હરિયાળી રોટી | Hariyali Roti ( Rotis and Subzis)

આ હરિયાળી રોટી એવી સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે કે જો તમને ભૂખ ન લાગી હોય તો પણ ખાવાની ઇચ્છા થઇ જાય. લોટ અને દૂધનું અનોખું સંયોજન આ રોટીની કણિકને રચનાત્મક બનાવે છે જ્યારે લીલી કોથમીર અને ફૂદીનો ઉમેરવાથી તે રંગીન તો બને જ છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે.

Hariyali Roti (  Rotis and Subzis) recipe In Gujarati

This recipe has been viewed 4499 times

हरीयाली रोटी - हिन्दी में पढ़ें - Hariyali Roti ( Rotis and Subzis) In Hindi 


હરિયાળી રોટી - Hariyali Roti ( Rotis and Subzis) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૮રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૧ કપ મેંદો
૧/૨ કપ ચણાનો લોટ
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલો ફૂદીનો
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૪ કપ દૂધ
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૮ સરખા ભાગ પાડો.
  3. કણિકના એક ભાગને ૧૨૫ મી. મી. (૫”) ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
  4. આ વણેલા ભાગને સિગાર જેવો ગોળ આકાર બનાવી લીધા પછી તેને જલેબી જેવો ગોળ આકાર આપી હલકે હાથે દબાવી લો.
  5. તેને ફરી ૧૦૦ મી. મી. (૪”)ના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લો.
  6. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી આ રોટીને તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  7. રીત ક્રમાંક ૩ થી ૬ પ્રમાણે બીજી ૭ રોટી પણ તૈયાર કરી લો.
  8. તરત જ પીરસો.

Reviews