You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય કરી / શાક > ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી - French Beans in Coconut Curry તરલા દલાલ Post A comment 23 Nov 2016 This recipe has been viewed 1974 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD French Beans in Coconut Curry - Read in English ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી સ્વાદિષ્ટ તો છે જ પણ દેખાવમાં પણ આકર્ષક છે. નાળિયેરની સફેદ ગ્રેવીમાં લીલી ફણસી તરત જ નજરે પડી જાય એવી છે. આ ગ્રેવીમાં ઉમેરવામાં આવેલી શેકેલી મગફળી ખૂબજ મહત્વની છે કારણકે તે ફણસી સાથે સારી રીતે ભળી જાય છે, તે ઉપરાંત ગ્રેવીને કરકરો અહેસાસ આપે છે. ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી રોટી સાથે અથવા પરોઠા સાથે પીરસી શકો. ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી - French Beans in Coconut Curry recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય કરી / શાકગ્રેવીવાળા શાકકઢાઇ વેજઝટ-પટ શાક તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ કપ ફણસી , ત્રાંસી કાપેલી૨ ટેબલસ્પૂન તેલ એક ચપટીભર હીંગ એક ચપટીભર બેકીંગ સોડા૧ ટીસ્પૂન કોર્નફ્લોર , ૧ કપ નાળિયેરના દૂધમાં ઓગાળેલું૨ ટેબલસ્પૂન શેકીને હલકો ભુક્કો કરેલી મગફળી૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી Methodએક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં હીંગ અને ૩/૪ કપ પાણી મેળવીને એક ઊભરો આવવા દો.તે પછી તેમાં ફણસી અને બેકીંગ સોડા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ અથવા ફણસી બરોબર રંધાઇ જાય ત્યા સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં કોર્નફ્લોર-નાળિયેરના દૂધનું મિશ્રણ, મગફળી, લીલા મરચાં અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી વધુ ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.ગરમ ગરમ પીરસો.