રાજમા અને અડદની દાળ | Rajma and Urad Dal

મિક્સ કઠોળ, વિવિધ મસાલા અને સારા એવા પ્રમાણમાં લસણ મેળવી ૨ ટીસ્પૂન તેલમાં રાંધીને બનતી આ રાજમા-અડદની દાળ, તેની ખુશ્બુ અને સ્વાદથી તમને જરૂરથી ખુશ કરી દેશે. આ ઉપરાંત, આ દાળ તમારા શરીરમાં લોહતત્વ, ફાઇબર અને વિટામીન સી ના સ્તરમાં પણ વધારો કરશે. આ દાળ તાજી અને ગરમા ગરમ ભાત સાથે પીરસીને એક પરિપૂર્ણ ભોજનની મજા માણો.

Rajma and Urad Dal recipe In Gujarati

This recipe has been viewed 8577 times

Rajma and Urad Dal - Read in English 


રાજમા અને અડદની દાળ - Rajma and Urad Dal recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૪ કપ રાજમા
૧/૪ કપ ચણાની દાળ
૧/૨ કપ છલટાવાળી અડદની દાળ
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન તેલ
૧ ટેબલસ્પૂન સમારેલું લસણ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧ કપ ઝીણા સમારેલા ટમેટા
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૨ ટીસ્પૂન જીરા પાવડર
૧/૪ કપ સમારેલી કોથમીર
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
કાર્યવાહી
    Method
  1. રાજમા, ચણાની દાળ તથા અડદની દાળને સાફ કરી સાથે એક બાઉલમાં જરૂરી પાણી સાથે રાત્રભર પલાળી રાખો.
  2. પલાળેલી દાળને નીતારી લીધા પછી પ્રેશર કુકરમાં ૪ કપ પાણી અને મીઠા સાથે સારી રીતે મિક્સ કરી કુકરની ૪ સીટી સુધી બાફી લો.
  3. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી દાળને બાજુ પર રાખો.
  4. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ, કાંદા અને લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં ટમેટા, મરચાં પાવડર, જીરા પાવડર, થોડું મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. તે પછી તેમાં બાફેલી દાળ અને કોથમીર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી ગરમ-ગરમ પીરસો.

Reviews