ઓરિયન્ટલ વેજીટેબલ કરી - Oriental Vegetable Curry Or How To Make Oriental Vegetable Curry Recipe

Oriental Vegetable Curry Or How To Make Oriental Vegetable Curry Recipe In Gujarati

This recipe has been viewed 2250 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

ओरीयेन्टल वेजिटेबल करी - हिन्दी में पढ़ें - Oriental Vegetable Curry Or How To Make Oriental Vegetable Curry Recipe In Hindi 


જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પેસ્ટને જ્યારે સાંતળવામાં આવે છે ત્યારે તેની ઉગ્ર ખુશ્બુ અને સુવાસમાં સૂકા મસાલા પાવડર મેળવવાથી તે વધુ તિવ્ર બને છે. નાળિયેરનું દૂધ મસાલાની તીખાશને સૌમ્ય અને સ્વાદમાં માફકસર બનાવે છે.

આમ દરેક રીતે શાનદાર બનતું આ રંગીન સૉસમાં કરકરા શાકભાજી નાંખીને બનતી આ ઓરિયેન્ટલ વેજીટેબલ કરી એવી પરિપૂર્ણ બને છે કે તેને જ્યારે રોટી અને ભાત સાથે પીરસવામાં આવે ત્યારે સાદું જમણ પણ યાદગાર અને ખાસ બની જાય છે.

ઓરિયન્ટલ વેજીટેબલ કરી - Oriental Vegetable Curry Or How To Make Oriental Vegetable Curry Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૪ કપ સમારીને બાફેલી મિક્સ શાકભાજી (ગાજર , ફણસી અને લીલા વટાણા)
૧ કપ નાળિયેરનું દૂધ
૩ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવી)
૧/૨ કપ મોટા સમારેલા કાંદા
૫ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
લીલા મરચાં , સમારેલા
લસણની કળી
૧૨ મિલીમીટર (૧/૨”) નો આદૂનો ટુકડો
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ

પીસીને સૂકો પાવડર તૈયાર કરવા માટે
લવિંગ
કાળા મરી
એલચી
૨ ટીસ્પૂન જાયફળનું પાવડર

પીરસવા માટે
રાંધેલા ભાત
કાર્યવાહી
    Method
  1. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  2. પછી તેમાં મિક્સ શાકભાજી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  3. પછી તેમાં નાળિયેરનું દૂધ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
  4. પછી તેમાં ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી તેમાં પીસેલું સૂકો પાવડર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. ભાત સાથે ગરમ ગરમ પીરસો.

Reviews

ઓરિયન્ટલ વેજીટેબલ કરી
 on 31 Aug 17 11:51 AM
5

Good recipes