You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન વ્યંજન > મહારાષ્ટ્રીયન ભાજી રેસિપિ > દાલીંબી ઉસલ ની રેસીપી દાલીંબી ઉસલ ની રેસીપી | Dalimbi Usal, Val Usal, Maharashtrian Vaal તરલા દલાલ મજા માણો એક મહારાષ્ટ્રીયન વાનગીની. આ દાલીંબી ઉસલ, રોટી અને ભાત સાથે માણી શકાય એવું છે. વાલમાં પારંપારિક વઘાર કરીને ખાટ્ટા કોકમ અને રોજના મસાલા સાથે આ ઉસલ રાંધવામાં આવ્યું છે. ગોળ આ વાનગીને થોડી ખાટી-મીઠી બનાવે છે, જ્યારે બીજી વસ્તુઓ જેવી કે આદૂ, કાંદા અને કોથમીર આ મહારાષ્ટ્રીયન વાલની વાનગીના સ્વાદમાં તીવ્રતા ઉમેરે છે. તમને અહીં ખ્યાલ આવ્યો હશે કે આ વાનગીમાં કોથમીર ફક્ત છાંટવામાં નથી વાપરવામાં આવી પણ તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે જરૂરી પણ છે કારણકે કોથમીર વડે આ ઉસલને મજેદાર સુવાસ પ્રાપ્ત થાય છે. Post A comment 27 Nov 2024 This recipe has been viewed 6510 times डालिम्बी उसल रेसिपी | डाळिंबी उसळ रेसिपी | वाल उसल | महाराष्ट्रीयन वाल उसल | स्वस्थ वाल उसल - हिन्दी में पढ़ें - Dalimbi Usal, Val Usal, Maharashtrian Vaal In Hindi dalimbi usal recipe | val usal | Maharashtrian vaal usal | healthy vaal usal | - Read in English દાલીંબી ઉસલ ની રેસીપી - Dalimbi Usal, Val Usal, Maharashtrian Vaal recipe in Gujarati Tags મહારાષ્ટ્રીયન ભાજી રેસિપિભારતીય પાર્ટીના વ્યંજનનૉન-સ્ટીક પૅનકેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજનવેગન ડાયટડાયાબિટીસ માટે શાકની રેસીપીસ્વસ્થ હૃદય માટે સબઝી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ કપ ફણગાવેલીને છોલી લીધેલી વાલ૨ કોકમ૧ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન જીરૂં૧/૪ ટીસ્પૂન હીંગ૫ કડી પત્તાં૧ ટીસ્પૂન ખમણેલું આદૂ૧ કપ ઝીણા સમારેલા કાંદા૧/૨ ટીસ્પૂન હળદર૧ ટેબલસ્પૂન સમારેલું ગોળ૨ ટીસ્પૂન મરચાં પાવડર૧/૪ કપ સમારેલી કોથમીર મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી Methodકોકમને ૧/૪ કપ પાણીમાં ૧૫ મિનિટ સુધી પલાળી રાખો.તે પછી કોકમને નિચોળીને પાણી કાઢી, પાણીને બાજુ પર રાખી કોકમને ફેંકી દો.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં નાંખો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, કડી પત્તાં અને આદૂ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધા સાંતળી લો.તે પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં વાલ, મીઠું અને ૧ કપ પાણી મેળવી, વાસણને ઢાંકીને મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં હળદર, કોકમનું પાણી, ગોળ, મરચાં પાવડર, કોથમીર અને ક્ક કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.ગરમા-ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન