દાલ પંડોળી | ગુજરાતી સ્ટીમ્ડ રેસીપી | પાલક પંડોળી રેસીપી | Dal Pandoli, Palak Chola Dal Pandoli

દાલ પંડોળી | ગુજરાતી સ્ટીમ્ડ રેસીપી | પાલક પંડોળી રેસીપી | dal pandoli in gujarati.

પાંડોલી એક ગુજરાતી નાસ્તાની વાનગી છે જે એક અલગ પધ્ધતિથી એટલે ડબલ બોઇલરનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે. છોલા દાળ કે જેમાં પ્રોટીન, કૅલ્શિયમ, લોહ અને ફોલિક એસિડ જેવા તત્વો રહેલા છે, તેના વડે આ વાનગી વધુ પૌષ્ટિક બને છે.

જો કે દાળની પાચનક્ષમતા વધારવા માટે તેને થોડા કલાક પલાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. તમે આ દાલ પાંડોલી મોલ્ડમાં પણ બનાવી શકો છો. અહીં મે તેને રસપ્રદ અને રંગીન બનાવવા તેમાં પાલક ઉમેરી છે.

ખરેખર તો તમે પણ તમારી પસંદના કોઇપણ પાંદડાવાળા શાકભાજી તેમાં ઉમેરી શકો છો. આ પૌષ્ટિક પાંડોલીની મજા તમે લીલી ચટણી અથવા નાળિયેરની ચટણી સાથે આનંદથી માણી શકશો.

Dal Pandoli, Palak Chola Dal Pandoli recipe In Gujarati

દાલ પાંડોલી - Dal Pandoli, Palak Chola Dal Pandoli recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૩ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૦ નાની પાંડોલી માટે
મને બતાવો નાની પાંડોલી

ઘટકો
૧/૨ કપ છોલા દાળ
૧/૨ કપ સમારેલી પાલક
૨ ટીસ્પૂન સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન લો-ફૅટ દહીં
એક ચપટીભર હીંગ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન ખાવાની સોડા

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. દાળને ઘોઇને જરૂરી પાણી સાથે એક ઊંડા બાઉલમાં ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  2. હવે આ દાળ સાથે પાલક, લીલા મરચાં, દહીં અને ૧ ટેબલસ્પૂન પાણી ઉમેરીને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  3. આમ તૈયાર થયેલા મિશ્રણને એક ઊંડા બાઉલમાં મૂકી તેમાં હીંગ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. તે પછી આ ખીરામાં ખાવાની સોડા ઉમેરી હળવેથી મિક્સ કરી લો.
  5. હવે એક ઊંડા વાસણમાં અડધો ભાગ ભરાય એટલું પાણી ઉમેરી તેની પર એક મલમલના કપડાને સખત રીતે બાંધીને ઢાંકી લીધા પછી વાસણને ગરમ કરવા મૂકો અને પાણી ઉકળવા માંડે ત્યાં સુધી ગરમ કરી લો.
  6. તે પછી તૈયાર કરેલા ખીરનો એક એક ચમચા જેટલું ખીરૂં થોડા-થોડા અતંરે મલમલના કપડા પર મૂકો. એક સાથે તમે પાંચ પાંડોલી બનાવી શકશો.
  7. તે પછી વાસણને ઊંડા ગોળ ઢાંકણ વડે ઢાંકી પાંડોલીને ૫ થી ૭ મિનિટ સુધી બાફી લો.
  8. રીત ક્રમાંક ૬ અને ૭ મુજબ બીજી વધુ ૫ પાંડોલી તૈયાર કરો.
  9. લીલી ચટણી સાથે તરત જ પીરસો.

Reviews