You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મીની ઓનિયન સમોસા | મીની સમોસા રેસિપી | સમોસા મીની ઓનિયન સમોસા | મીની સમોસા રેસિપી | સમોસા | Mini Onion Samosa તરલા દલાલ મીની ઓનિયન સમોસા| મીની સમોસા રેસિપી| સમોસા | Mini Onion Samosa recipe in gujarati.આ સ્વાદિષ્ટ નાના સમોસામાં વિવિધ મસાલાઓ વડે તેયાર કરેલા મજેદાર સ્વાદ અને મોઢામાં પાણી છુટે એવા ખુશ્બુદાર કાંદાના પૂરણનો ઉપયોગ તેને લાજવાબ બનાવે છે, કારણકે કાંદાની ખુશ્બુ અને મસાલાની મધુર સુગંધનુ સંયોજન જ મોજ કરાવે એવું બને છે. લીલી ચટણી કે પછી ટમેટાકેચપ સાથે કૉકટેલ પાર્ટીમાં, મિત્રો સાથે કે પછી સગાઓ સાથે આ સમોસા પીરસી જુઓ અને પછી મળેલી વાહ-વાહની ગણત્રી કરતાં તમે થાકી જશો. Post A comment 17 Sep 2021 This recipe has been viewed 35688 times 5/5 stars 100% LIKED IT 4 REVIEWS ALL GOOD मिनी अनियन समोसा - हिन्दी में पढ़ें - Mini Onion Samosa In Hindi Mini Onion Samosa - Read in English મીની ઓનિયન સમોસા | મીની સમોસા રેસિપી | સમોસા - Mini Onion Samosa recipe in Gujarati Tags ભારતીય વ્યંજનમનોરંજન માટેના નાસ્તાતળેલા હલકા નાસ્તાસાંજની ચહા સાથેના નાસ્તાતળીને બનતી રેસિપિદિવાળીની રેસિપિથેન્કસગિવીંગ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૩૦ મિનિટ   કુલ સમય : ૪૦ મિનિટ    ૨૦ મીની સમોસા માટે મને બતાવો મીની સમોસા ઘટકો કણિક માટે૧/૨ કપ મેંદાનો લોટ૧ ટેબલસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસારપૂરણ માટે૧ કપ ઝીણા સમારેલા કાંદા૨ ટીસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન જીરૂ મીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન મરચાં પાવડર૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો૧/૨ ટીસ્પૂન આમચૂર૧/૪ ટીસ્પૂન હળદર૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર૧ ટેબલસ્પૂન ચણાનો લોટબીજી જરૂરી વસ્તુ તેલ , તળવા માટેપીરસવા માટે ટમેટાકેચપ લીલી ચટણી કાર્યવાહી કણિક માટેકણિક માટેએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે જરૂરી પાણી મેળવી કઠણ કણિક તૈયાર કરી બાજુ પર રાખો.પૂરણ માટેપૂરણ માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં કાંદા અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં મરચાં પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, હળદર, કોથમીર અને ચણાનો લોટ મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતતૈયાર કરેલી કણિકને ફરીથી ગુંદીને સુંવાળી લચકદાર બનાવી તેના ૨૦ સરખા ભાગ પાડો.દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના લંબગોળ આકારમાં વણી લો.આ લંબગોળાકારની મધ્યમાંથી ચપ્પુ વડે કાપો મૂકી તેના બે સરખા ભાગ પાડો.હવે એક ભાગને હાથમાં લઇ તેને ગોળ કોનનો આકાર આપી તેનો નીચેનો ભાગ થોડા પાણીનો ઉપયોગ કરી બંધ કરી લો.આમ તૈયાર થયેલા કોનમાં ૧ ટીસ્પૂન જેટલું પૂરણ ભરી કીનારી પર પાણી ચોપડીને બંધ કરી લો.આ જ રીતે બાકીના ૧૯ મીની સમોસા તૈયાર કરો.એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી મધ્યમ તાપ પર બધા સમોસા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.તે પછી તેને સૂકા કરવા ટીશ્યુ પેપર પર કાઢી લો.તરત જ ટમેટાકેચપ અને લીલી ચટણી સાથે પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/mini-onion-samosa-gujarati-40490rમીની ઓનિયન સમોસા | મીની સમોસા રેસિપી | સમોસા sonal rana on 17 Sep 21 12:35 AM5hi, this is so good and easy to make it. thank you so much for given nice recipe. PostCancelTarla Dalal 17 Sep 21 02:37 PM   Thanks so much for trying our recipe, it means a lot to us. Keep trying more recipes and sharing your feedback with us. PostCancelhttps://www.tarladalal.com/mini-onion-samosa-gujarati-40490rમીની ઓનિયન સમોસાAnjana Bawa on 10 Jul 17 04:09 PM5Mini Onion Samosa, tasty recipe PostCancelTarla Dalal 17 Jan 18 05:17 PM   Hi Anjana : Thanks for the feedback. PostCancelhttps://www.tarladalal.com/mini-onion-samosa-gujarati-40490rમીની ઓનિયન સમોસાkrishna patel on 26 Mar 17 06:51 PM5Thank this recipe is very nice i will try PostCancelTarla Dalal 27 Mar 17 08:52 AM   Hi Krishna, Thank you for your kind words. Do try more and more recipes and let us know how you enjoyed them. Happy Cooking !! PostCancelhttps://www.tarladalal.com/mini-onion-samosa-gujarati-40490rમીની ઓનિયન સમોસાDisha on 23 Mar 17 05:42 PM5Aa mini samosa ni khasiyat che enu masaledar onion nu stuffing. aa samosa party ma banava mate best che, bachha aao ne tomato ketchup saathe ne mota aao ne green chutney saathe serve karo. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન