You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા > સવારના નાસ્તા સેંડવીચ > હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચ હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચ - Herb Cheese and Roasted Capsicum Sandwich તરલા દલાલ Post A comment 06 May 2016 This recipe has been viewed 3753 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD Herb Cheese and Roasted Capsicum Sandwich - Read in English Herb Cheese and Roasted Capsicum Sandwich Video પનીરથી બનેલું હર્બ ચીઝ અને ખુશ્બુદાર હર્બસના મિશ્રણથી કોઇપણ નાસ્તા માટે એક ઉત્તમ પ્રકારનું સ્પ્રેડ અથવા ટોપિંગ બને છે. સલાડના પાન સાથે હર્બ ચીઝ મળીને એક ઉપેક્ષા ન કરી શકાય તેવું કૅલ્શિયમથી ભરપૂર જોડાણ બને છે. હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચને અનોખી સોડમ હર્બ ચીઝમાંથી તો મળે છે જ પણ શેકેલા સીમલા મરચાં તેને વધુ ખુશ્બુદાર બનાવે છે. આ સૅન્ડવિચ ખાવાથી તમને દિવસભરની તાકાત મળી રહેશે. હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચ - Herb Cheese and Roasted Capsicum Sandwich recipe in Gujarati Tags સવારના નાસ્તા સેંડવીચચીઝ સેન્ડવિચ રેસિપિહાઇ ટી પાર્ટીમિક્સરઝટ-પટ સવાર ના નાસ્તા રેસિપિસબાળકોનો સવાર નો નાસ્તાકેલ્શિયમ સવારના નાસ્તા તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૯ મિનિટ   કુલ સમય : ૧૯ મિનિટ    ૪સૅન્ડવિચ માટે મને બતાવો સૅન્ડવિચ ઘટકો ૧ મધ્યમ કદનું પીળું સીમલા મરચું૧ મધ્યમ કદનું લાલ સીમલા મરચું૧ મધ્યમ કદનું લીલું સીમલા મરચું૮ ઘઉંના બ્રેડની સ્લાઇસ૩/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે મીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન મિક્સ સૂકા હર્બસ્૪ મોટા આઇસબર્ગ સલાડના પાનહર્બ ચીઝ માટે૩/૪ કપ ખમણેલું લૉ ફેટ પનીર૧ ટેબલસ્પૂન લૉ ફેટ દહીં૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી પાર્સલી૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી સમારેલી સુઆની ભાજી૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી હર્બ ચીઝ માટેહર્બ ચીઝ માટેએક મિક્સરમાં બધી સામગ્રી ભેગી કરી બ્લેન્ડ કરી સુંવાળી પેસ્ટ બનાવો.આ હર્બ ચીઝના મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.આગળની રીતપીળા સીમલા મરચાંને કાંટા વડે કાણા પાડી, તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ સમાનરૂપે ચોપડી તેને ગેસની ઝાળમાં બધી બાજુએથી કાળું પડે ત્યાં સુધી શેકી લો.હવે તેને ઠંડું પાડી, ઠંડા પાણીથી ધોઇ નાંખો અને હવે તેના છીલકા, બી અને ડંડી કાઢીને ફેકી દો. હવે તેની પાતળી લાંબી ચીરીઓ કરી બાજુ પર રાખો.હવે લાલ અને લીલા સીમલા મરચાંને રીત ક્રમાંક ૧ અને ૨ પ્રમાણે પ્રક્રિયા કરી બાજુ પર રાખો.એક બાઉલમાં લાલ, લીલા અને પીળા સીમલા મરચાંની ચીરીઓ, મીઠું અને મિક્સ સૂકા હર્બસ્ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.આ સીમલા મરચાંના મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પઇ રાખો.હવે બ્રેડની સ્લાઇસને સપાટ અને સૂકી જગ્યા પર મૂકી તેના પર હર્બ ચીઝનો એક ભાગ સમાનરૂપે પાથરી લો.હવે તેના પર સીમલા મરચાંના મિશ્રણનો એક ભાગ, એક આઇસબર્ગ સલાડનું પાન અને બ્રેડની એક સ્લાઇસ મૂકી સૅન્ડવિચ બનાવી લો.બાકીની ૩ સૅન્ડવિચ રીત ક્રમાંક ૬ અને ૭ પ્રમાણે બનાવી લો.કેવી રીતે ટિફિનમાં પૅક કરશોકેવી રીતે ટિફિનમાં પૅક કરશોઅલ્યૂમિનિયમ ફોઇલમાં લપેટી ટિફિનમાં પૅક કરો. Nutrient values એક સૅન્ડવિચ માટેઊર્જા ૧૪૩ કૅલરીપ્રોટીન ૬.૦ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૨૬.૭ ગ્રામચરબી ૧.૫ ગ્રામફાઇબર ૧.૭ ગ્રામકૅલ્શિયમ ૮૯.૫ માઇક્રોગ્રામ