You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી સ્વાદીષ્ટ નાસ્તા > લસણવાળી મઠ અને પાલકની ટીક્કી લસણવાળી મઠ અને પાલકની ટીક્કી | Lehsuni Matki Palak Tikki, Healthy Matki Tikki તરલા દલાલ લસણની મજા માણનારા માટે આ લસણવાળી મઠ અને પાલકની ટીક્કી જેવી બીજી કોઈ વાનગી નથી. ફણગાવેલા મઠમાં અઢળક પૌષ્ટિકતા છે, જેનો તમે સામાન્ય રીતે બનતી રોજની રસોઈમાં ઉપયોગ નથી કરતાં, પણ અમે અહીં આ અદભૂત સામગ્રીનો અનોખી રીતે ઉપયોગ કરીને મજેદાર ટીક્કી બનાવી છે. મઠ માં રહેલી પૌષ્ટિકતા જળવાઈ રહે તે માટે તેને ઢાંકણવાળા પૅનમાં જ રાંધવા. આ સ્વાદિષ્ટ ટીક્કી હૃદયને ફાયદાકારક અને ચરબીને દાબમાં રાખતા લસણ અને પાલક વડે વિટામીન-એ અને ફોલીક ઍસિડ પૂરા પાડી રોગપ્રતિબંધક શક્તિમાં ઉમેરો કરે છે. બીજા પૌષ્ટિક નાસ્તા પણ અજમાવો જેમ સ્પાઇસી સ્પ્રાઉટ્સ સૅન્ડવિચ અને તવા ચણા . Post A comment 21 Oct 2017 This recipe has been viewed 6714 times लहसुनी मटकी पालक टिक्की रेसिपी | हेल्दी मटकी टिक्की वजन घटाने के लिए | मटकी और पालक की कटलेट | मटकी चे वड़े - हिन्दी में पढ़ें - Lehsuni Matki Palak Tikki, Healthy Matki Tikki In Hindi lehsuni matki palak tikki recipe | healthy matki tikki for weight loss | Indian matki cutlet | matki che vade | - Read in English Lehsuni Matki Palak Tikki Video લસણવાળી મઠ અને પાલકની ટીક્કી - Lehsuni Matki Palak Tikki, Healthy Matki Tikki recipe in Gujarati Tags ફ્રોજ઼ન ફૂડ / ફ્રીજ઼રકબાબ / ટીક્કી / બાર્બેક્યુસાંજની ચહા સાથેના નાસ્તાકટલેટસ્ટિક્કી વાનગીઓ, ટિક્કી વાનગીઓ સંગ્રહરક્ષાબંધન રેસીપીભારતીય પાર્ટીના વ્યંજન તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૧૦ ટીક્કી માટે મને બતાવો ટીક્કી ઘટકો ૧ ટેબલસ્પૂન ઝીણુ સમારેલું લસણ૨ કપ ફણગાવેલા મઠ૧ કપ પાતળી લાંબી સમારેલી પાલક૨ ટીસ્પૂન લીંબૂનો રસ૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ૧ ટીસ્પૂન આદૂની પેસ્ટ૨ ટીસ્પૂન ગરમ મસાલો મીઠું , સ્વાદાનુસાર૩ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટેપીરસવા માટે પૌષ્ટિક લીલી ચટણી કાર્યવાહી Methodએક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૧ કપ પાણી સાથે મટકી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લો. પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા મટકી બરોબર રંધાઈ જાય ત્યાં સુધી રાંધી લો. તે પછી તેને ઠંડા પાડી મિક્સરમાં ફેરવી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.એક ઊંડા બાઉલમાં બાકીની બધી વસ્તુઓ સાથે મટકીનું મિશ્રણ ત્થા થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી, દરેક ભાગ વડે ૫૦ મી. મી. (૨") વ્યાસની પાતળી ગોળાકાર ટીક્કી તૈયાર કરો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૨ ટીસ્પૂન જેટલું તેલ ચોપડી લો.તે પછી તેની પર દરેક ટીક્કીને ૧/૪ ટીસ્પૂન તેલ વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રાંધી લો.પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો. Nutrient values ઊર્જા ૪૬ કૅલરીપ્રોટીન ૨.૩ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૫.૪ ગ્રામચરબી ૧.૭ ગ્રામવિટામીન-એ ૩૯૩.૭ માઈક્રોગ્રામફોલીક ઍસિડ ૮.૪ મીલીગ્રામલોહ ૦.૯ મીલીગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન