મગની દાળના મીની ચીલા ની રેસીપી | Green Moong Dal Chilla

થાકની સામે જો તમે લડશો નહીં તો પછી તે તમને થકવી નાખશે. થકાવટ એક એવો દુશ્મન છે જે તમારા સ્વભાવ પર સીધું અસર કરે છે. ઘણા સારા સ્વભાવના લોકો પણ જ્યારે થાકી જાય છે ત્યારે તેઓ પણ ચીડવાઇ જાય છે એટલે થકાવટની અવગણના ન કરતા તેમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરવા અને તે માટે યોગ્ય ખોરાક અને પોતાની જીવન પધ્ધતિમાં થોડો ફેરફાર કરવો જરૂરી બને છે.

મગની દાળના લીલા મીની ચીલા એક એવી મજેદાર વાનગી છે જેમાં વિવિધ પૌષ્ટિક્તા રહેલી છે અને નાસ્તામાં ખાવાથી તમને આખો દીવસ ઉત્સાહી રાખશે.

વિચારીને તૈયાર કરેલી આ મગની દાળના લીલા મીની ચીલા વાનગીની સામગ્રીમાં મગની દાળ, મિક્સ કઠોળ અને પનીર તેમાં પ્રોટીન, લોહતત્વ અને એન્ટીઓક્સિડંટ (antioxidants) ધરાવે છે જેથી તમે તમારા દીવસની શરૂઆત સારી રીતે કરી શકો. આ ચીલા તૈયાર થાય કે તરત જ પીરસવા જેથી તેનો સ્વાદ અને પૌષ્ટિક્તા તમને મળી રહે.

Green Moong Dal Chilla recipe In Gujarati

મગની દાળના મીની ચીલા ની રેસીપી - Green Moong Dal Chilla recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૨ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૮ મીની ચીલા માટે
મને બતાવો મીની ચીલા

ઘટકો

મગની દાળના મીની ચીલા ની રેસીપી બનાવવા માટે
૩/૪ કપ લીલી મગની દાળ(૨ કલાક પાણીમાં પલાળીને નીતારી લીધેલી)
૧/૨ ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૩ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટે

ભેગું કરીને પનીર અને મિક્સ કઠોળનું ટોપીંગ તૈયાર કરવા માટે
૧/૨ કપ બાફીને સહજ કચરેલા મિક્સ કઠોળ (મઠ , મગ , ચણા વગેરે)
૧/૪ કપ ભુક્કો કરેલું પનીર
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર

મગની દાળના મીની ચીલા સાથે પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
મગની દાળના મીની ચીલા ની રેસીપી બનાવવા માટે

    મગની દાળના મીની ચીલા ની રેસીપી બનાવવા માટે
  1. મિક્સરની જારમાં લીલા મગની દાળ અને લીલા મરચાં સાથે લગભગ ૫ ટેબલસ્પૂન જેટલું પાણી મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
  2. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢીને તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  3. હવે મીની ઉત્તાપા પૅનને ગરમ કરી તેમાં ૧/૨ ટીસ્પૂન જેટલું તેલ ચોપડી લો.
  4. તે પછી ઉત્તાપાના દરેક ખાનામાં ૧ ટેબલસ્પૂન જેટલું ખીરૂં રેડી તેને સરખી રીતે ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં પાથરી લો.
  5. હવે આ ૭ મીની ચીલાની ઉપર ૨ ટીસ્પૂન જેટલું પનીર અને મિક્સ કઠોળનું ટોપીંગ મૂકી હળવા હાથે દબાવી લો જેથી ટોપીંગ બરોબર ખીરા પર બેસી જાય.
  6. આમ તૈયાર કર્યા પછી ૧ ટીસ્પૂન જેટલા તેલની મદદથી ચીલા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
  7. રીત ક્રમાંક ૪ થી ૬ મુજબ વધુ ૧૧ મગની દાળના મીની ચીલા ૧ ૧/૨ ટીસ્પૂન તેલ વડે વધુ ૨ ઘાણમાં તૈયાર કરી લો.
  8. મગની દાળના મીની ચીલા લીલી ચટણી સાથે તરત જ પીરસો.

Reviews