દહીંવાળી મગની દાળની ખીચડી | Dahiwali Moong Dal Khichdi, Tadkewali Dahi Khichdi

જો તમારી પાસે ખીચડી અને કઢી અલગ અલગ બનાવવાનો સમય નથી? તો આ સ્વાદિષ્ટ ખીચડી અજમાવી જુઓ, જેમાં આ બન્નેનું સંયોજન છે.

ચોખા, પીળી મગની દાળ અને દહીં સાથે રોજીંદા વપરાતા મસાલાનો ઉપયોગ કરી બનતી આ દહીંવાળી મગની દાળની ખીચડીમાં લાંબા સમય સુધી રહે એવો દહીંનો સ્વાદ છે અને તે એવી સાદી અને પાચન માટે હલકી બને છે જે સૌને ગમી જશે. ખાટ્ટામીઠા કાંદા-ટમેટાના કચુંબર સાથે જ્યારે આ ખીચડી પીરસવામાં આવે ત્યારે તમારું તાજગીભર્યું જમણ તૈયાર થઇ ગયું સમજો.

Dahiwali Moong Dal Khichdi, Tadkewali Dahi Khichdi recipe In Gujarati

This recipe has been viewed 6880 times



દહીંવાળી મગની દાળની ખીચડી - Dahiwali Moong Dal Khichdi, Tadkewali Dahi Khichdi recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૧૫ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૩/૪ કપ ઘટ્ટ દહીં
૨ ટેબલસ્પૂન પીળી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી
૧ કપ ચોખા , ૧૫ મિનિટ પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા
૧/૪ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧ ટેબલસ્પૂન ઘી
૧ ટીસ્પૂન જીરૂ
કડી પત્તા

મિક્સ કરીને કાંદા અને ટમેટાનું કચુંબર તૈયાર કરવા માટે
૧ કપ ઝીણા સમારેલા કાંદા
૧ કપ ઝીણા સમારેલા ટમેટા
૧ ૧/૨ ટીસ્પૂન જીરા પાવડર
૨ ટીસ્પૂન સાકર
૨ ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં ચોખા, પીળી મગની દાળ, હળદર, મીઠું અને ૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  2. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  3. એક ઊંડા બાઉલમાં દહીં, લીલા મરચાંની પેસ્ટ અને ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેમાં ચોખા અને મગની દાળનું મિશ્રણ ઉમેરીને તેને સારી રીતે જેરી લીધા પછી બાજુ પર રાખો.
  4. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ અને કડી પત્તા મેળવો.
  5. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ભાત-મગની દાળ-દહીંનું મિશ્રણ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. કાંદા અને ટમેટાના કચુંબર સાથે તરત જ પીરસો.

Reviews