આ મકાઇના રોલ બીજા બધા સ્ટાર્ટસ્ થી અનોખા છે કારણકે તેમાં મકાઇ, કાંદા, લીલા મરચાં અને સાથે સોયા સૉસનું ઓરિએન્ટલ રીતે બનાવવામાં આવેલું પૂરણ બ્રેડમાં ભરવામાં આવ્યું છે અને રોલને બાંધી રાખવા માટે મેંદાના લોટનું મિશ્રણ વાપરવામાં આવ્યું છે. તળ્યા પછી આ રોલને સારી રીતે નીતારી તમારા મનગમતા સૉસ સાથે પીરસો.
પીઝા બનાવતી વખતે પ્રથમ ચીઝ અને શાકભાજીનો જ વિચાર મગજમાં આવે. અહીં પણ આ વસ્તુઓ મુખ્ય તો છે પણ થોડી અલગ રીતે. આ ચીઝ વેજીટેબલ પીઝામાં પાતળા પીઝા પર મલાઇદાર ચીઝ સૉસનું પડ, સાંતળેલી શાકભાજી અને છેલ્લે બેક કરતાં પહેલા પાથરેલું પીઝા સૉસ વડે બનાવેલા આ પીઝાના તમે જરૂર ચાહક બની જશો.
બીટના ગુલાબી રંગનો આભાસ અને તલનો ચટાકેદાર સ્વાદ આ રંગબેરંગી રોટીની ખાસિયત છે અને ધાણા પાવડર અને લાલ મરચાંનો પાવડર તેની સોડમમાં વધારો કરે છે. બીટ અને તલની રોટી, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે એક આદર્શ નાસ્તો છે કારણકે તે બનાવતી વખતે રસોડું બહુ ગંદું પણ નથી થતું અને તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.