ઓટસ્ ની ઇડલી ની રેસીપી | Oats Idli

સામાન્ય રીતે ઇડલી એક પૌષ્ટિક વાનગી ગણાય છે, પણ આ ઓટસ્ ની ઇડલી એક નવિન પ્રકારની થોડા ફેરફારવાળી ઇડલી વધુ આરોગ્યદાયક અને ખાવાથી તૃપ્ત થવાય એવી છે.

ઓટસ્ ની ઇડલીમાં ચોખાના બદલે ઓટસ્ નો ઉપયોગ થવાથી તેમાં ચરબીનો પ્રમાણ ઓછો છે, જેથી કોલેસ્ટ્રોલના પ્રમાણને દાબમાં રાખવામાં મદદરૂપ કરે છે. તમે તેમાં બાફેલા શાકનો ઉમેરો કરીને તેના ફાઇબરના પ્રમાણમાં વધારો કરી શકો છો.

ઓટસ્ ની ઇડલી કોઇપણ સમયે તૈયાર કરી શકાય છે કારણ કે તેમાં આથો લાવવાની પ્રક્રિયા ફક્ત ૧ કલાક જ છે, તેથી આ ઓટસ્ ની ઇડલી સામાન્ય ઇડલી કરતાં ફૂલેલી કે ઉપસેલી નથી બનતી. આમ ભલે આ ઇડલી ઉપસેલી નથી બનતી, છતાં તેનો આનંદ તો તે જ્યારે તાજી અને ગરમા-ગરમ હોય અને સાથે લીલી ચટણી અને સાંભર હોય ત્યારે અનેરો જ મળે છે.

ઓટસ્ ની ઇડલી ની રેસીપી - Oats Idli recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૬ ઇડલી માટે

ઘટકો

ઓટસ્ ની ઇડલી ની રેસીપી બનાવવા માટે
૧ કપ ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્
૧/૪ કપ અડદની દાળ
૨ ટેબલસ્પૂન દહીં
૨ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ
૧/૨ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે

ઓટ્સ ઇડલી સાથે પીરસવા માટે
સાંભર
કાર્યવાહી
ઓટસ્ ની ઇડલી ની રેસીપી બનાવવા માટે

    ઓટસ્ ની ઇડલી ની રેસીપી બનાવવા માટે
  1. ઓટસ્ ની ઇડલી ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં ઓટસ્ અને અડદની દાળ મેળવી સુંવાળું પાવડર તૈયાર કરો.
  2. હવે એક બાઉલમાં આ પાવડર સાથે ૧ કપ પાણી, દહીં, લીલા મરચાંની પેસ્ટ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી રેડી શકાય એવું ખીરૂં તૈયાર કરો.
  3. આ ખીરાને ઢાંકીને આથો આવવા માટે ૧ કલાક બાજુ પર રાખો.
  4. ખીરાને બરાબર મિક્સ કરો, તેમાં ફ્રૂટ સોલ્ટ અને ૨ ટીસ્પૂન પાણી નાંખી તેને ધીરે ધીરે મિક્સ કરો.
  5. તે પછી ઇડલીના મોલ્ડ પર થોડું તેલ ચોપડી એક ચમચા જેટલું ખીરૂં તેમાં રેડો.
  6. આમ તૈયાર કરેલા મોલ્ડને ઇડલી બાફવાના વાસણમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઇડલી બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો.
  7. સાંભર સાથે તરત જ ગરમ ગરમ પીરસો.

Reviews