ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી આ ઠંડા સૅન્ડવીચમાં તમને જોઇતી બધી મજા જેવી કે મજેદાર પૂરણ, તાજગી, સ્વાદ વગેરે મળી રહે છે. આ ક્રીમ ચીઝ સૅન્ડવીચ આનંદદાઇ પણ એટલું જ છે કારણકે તેમાં વિચારપૂર્વકનું સંયોજન છે એટલે કે રસદાર અને કરકરી શાકભાજી અને ક્રીમ ચીઝ, હર્બસ અને મસાલા વગેરે. આ સૅન્ડવીચ બનાવવામાં પણ અતિ સરળ અને ઝટપટ તૈયાર કરી શકાય ....
ક્વીક બ્રેડ સ્નૅક ઉપમા જેવું બનતું આ ક્વીક બ્રેડ સ્નૅક, બ્રેડના ભુકા વડે બનાવવામાં આવે છે. તે ઉપરાંત તેમાં કાંદા, આદુ અને લીલા મરચાં તેને તીખાશ આપે છે, જ્યારે ટમેટા, ટૉમેટો કૅચપ અને લીંબુનો રસ તેને થોડી ખટ્ટાશ આપી સ્વાદીષ્ટ બનાવે છે.
ઘરે બનાવેલી તાજા મસાલાવાળી દાબેલી ઘરે તૈયાર કરેલા મસાલાની એક અલગ જ સુવાસ અને મહેક્તા હોય છે જે બજારમાંથી લાવેલા તૈયાર મસાલામાં નથી મળતી, કારણ કે ઘરના મસાલા તાજા અને શુધ્ધતાની દ્રષ્ટિએ તેની સરખામણી કોઇની પણ સાથે ન કરી શકાય. ઘરે તૈયાર કરેલો દાબેલીનો મસાલો પણ એક એવી મહેક અને સુગંધ ઉપરાંત મસ્ત સ્વાદ આપે છે જેથી તે દ્વારા તૈયાર કરેલી દાબ ....
ચીઝી રાઇસ ટાર્ટલેટ ની રેસીપી આ કરકરા બ્રેડના ટાર્ટલેટની ખાસિયત છે તેનું મલાઇદાર મિશ્રણ, જે નરમ ભાત, મજેદાર ચીઝ અને રંગબેરંગી શાક તથા લસણ અને ચીલી ફ્લેક્સની સુગંધવાળું તૈયાર થાય છે. આ ચીઝી રાઇસ ટાર્ટલેટની રચના અને તેની સુવાસમાં ચીઝનું જ વધારે પ્રભુત્વ છે. ભરપૂર માત્રામાં ભાતનું પૂરણ તેની ઘનતા વધારે છે છતાં તેને નરમ અને મનપસં ....
પનીર અને કોર્નનું બર્ગર જ્યારે બર્ગરમાં કરકરા સલાડના પાન, સમારેલા શાક અને ચીઝ-કોર્નની પેટીસ હોય, તો તે પછી તમને બીજું શું જોઇએ? પનીર અને મકાઇનું સંયોજન પેટીસમાં મજેદાર ગણી શકાય છે, આ ઉપરાંત તેમાં કોથમીર અને મરચાં પેટીસને સ્વાદનો જોમ અને ઉત્સાહીક તીખાશ આપે છે. સંપૂર્ણ જમણનો આંનદ માણવા ફ્રેન્ચ ફ્રાઇસ સાથે પીરસો.
બ્રેડ ઉત્તાપમ એકાએક તમને કંઇ ગરમ નાસ્તો ખાવાની તીવ્ર ઇચ્છા થઇ આવે, પણ પછી યાદ આવે કે તેના માટેની કોઇ આગળથી તૈયારી તો કરી જ નથી, એવા વખતે જો ગરમ અને સુંવાળા ઉત્તાપા ખાવાની ઇચ્છા થાય તો તે માટે ખીરૂં તો હાજર હોવું જોઇએ. અહીં તમારી આ તકલીફ દૂર કરવા રવા તથા બ્રેડનું ખીરૂં તૈયાર કરી ઇન્સટંટ બ્રેડ ઉત્તાપમ બનાવવાની ર ....
બ્રેડ કોફ્તા બિરયાની તમને પાકશાળાની દેવી બનવું છે? તો આ બ્રેડ કોફ્તા બિરયાની તમને તેનો તાજ જરૂરથી અપાવશે. આ બિરયાની મજેદાર ભાત, ગ્રેવી અને કોફ્તાના થર વડે બનાવીને તેને બેક કરવામાં આવી છે જેને પીરસીને તમે તમારા પ્રિયજનોને જરૂરથી ખુશ કરી શકશો. બસ બીજુ શું જોઇએ. ફ્કત બેસીને આ વાનગીનો આનંદ માણો.
બ્રેડ ઍન્ડ બટર પુડીંગ ની રેસીપી બ્રેડ ઍન્ડ બટર પુડીંગ એક અતિ પ્રખ્યાત બ્રીટીશ વાનગી છે જે બનાવવામાં અતિ સરળ છે. આજે પણ તે મુંબઇની ઇરાની હોટેલમાં મળતી વાનગીમાં વધુ ખપતી વાનગી રહી છે. કસ્ટર્ડ જેવું સૉસ તૈયાર કરી બ્રેડ પર રેડી, તેને કીસમીસ અને સૂકા મેવા વડે સજાવી લીધા પછી ઉપર થોડી બ્રાઉન શુગર અને માખણ છાંટી મસ્ત મજેદાર કરકરૂં કોટ ....
બ્રેડ પોહા ની રેસીપી પોહા કોને ન ભાવે? રોજના નાસ્તા માટે મહારાષ્ટ્રમાં તો પોહાનો ઉપયોગ સહજ છે અને આપણા દેશમાં લોકોને ભાવતા આ પોહા સવારના નાસ્તામાં આનંદથી ખવાય છે. ....
મેક્સિકન બ્રેડ રોલ્સ આમ તો તમે મેક્સિકન વાનગીઓનો સ્વાદ સારો એવો માણ્યો હશે, જેવી કે ટોર્ટીલા અને કસાડીયા. પણ અહીં એક બહુ જ સાદા નાસ્તાની વાનગી રજૂ કરી છે, તે છતાં તેને મેક્સિકન સ્પર્શ મળી રહે છે. આ મેક્સિકન બ્રેડ રોલમાં મીઠી મકાઇના દાણા અને સિમલા મરચાંની સાથે ચીઝ અને મેંદાથી ઘટ્ટ કરેલું દૂધ અને ચીલી ફ્લેક્સની થોડી તીખાશ ....
મકાઇના રોલ આ મકાઇના રોલ બીજા બધા સ્ટાર્ટસ્ થી અનોખા છે કારણકે તેમાં મકાઇ, કાંદા, લીલા મરચાં અને સાથે સોયા સૉસનું ઓરિએન્ટલ રીતે બનાવવામાં આવેલું પૂરણ બ્રેડમાં ભરવામાં આવ્યું છે અને રોલને બાંધી રાખવા માટે મેંદાના લોટનું મિશ્રણ વાપરવામાં આવ્યું છે. તળ્યા પછી આ રોલને સારી રીતે નીતારી તમારા મનગમતા સૉસ સાથે પીરસો.
મલાઇ કોફ્તા કરી આ મલાઇ કોફ્તા કરી એટલે મલાઇદાર ટમેટાવાળી ગ્રેવીમાં ડૂબાડેલા એકદમ નરમ કોફ્તા જે તમારા મોઢાંમાં જતા જ પીગળી જશે જેથી તમારી સ્વાદની ઇંદ્રિયો જાગૃત થઇ જશે. આવા આ નરમ કોફ્તા સામાન્ય રીતે બનતા પનીરવાળા કોફ્તા કરતાં તાજા નાળિયેર અને બટાટા વડે બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત અહીં બનાવેલી ગ્રેવી ખરેખર જૂદી છે ....
મિક્સ બીન્સ કરી વીથ પટૅટો બૉલ્સ્ આ વાનગીમાં ટમેટા અને કાંદાને બહુ જ સરળતાથી રાંધવામાં આવ્યા છે જેથી તેમાં મેળવેલા રંગૂનના વાલ અને રાજમાનો સ્વાદ ઉભરી આવે છે. તેમાં ઉમેરવામાં આવેલા બટાટાના બૉલ્સ્ આ સાદી કરીને ખૂબ જ મજેદાર વાનગી બનાવે છે. આ બૉલ્સ્ માં ઉમેરવામાં આવેલા કાજુ અથવા મગફળી, છૂંદેલા બટાટાની વચ્ચે કરકરો અહેસાસ આપે છે અને મિક્સ ....
મિસલ પાંવ ની રેસીપી મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ, એક એવી વાનગી છે જે સ્વાદિષ્ટ તો છે ઉપરાંત તેમાં લહેજત પણ વધુ મળે છે. મિસલ પાંવમાં આરોગ્યદાઇ કઠોળ સાથે ટમેટા અને કાંદાનો તીખો સ્વાદ તમારા નાકમાં પાણી આવી જાય એવો અનુભવ કરાવે છે. તે ઉપરાંત તેમાં મેળવેલો મસાલા પાવડર અને ખાસ તૈયાર કરેલો નાળિયેર-કાંદાનો મસાલો ....