મેક્સિકન બ્રેડ રોલ્સ | મેક્સીકન રોલ્સ વેજ સ્ટાર્ટર | ક્વિક પાર્ટી સ્ટાર્ટર | Mexican Bread Rolls

મેક્સિકન બ્રેડ રોલ્સ રેસીપી | મેક્સીકન રોલ્સ વેજ સ્ટાર્ટર | ક્વિક પાર્ટી સ્ટાર્ટર | Mexican bread rolls in Gujarati | with 20 amazing images.

આમ તો તમે મેક્સિકન વાનગીઓનો સ્વાદ સારો એવો માણ્યો હશે, જેવી કે ટોર્ટીલા અને કસાડીયા. પણ અહીં એક બહુ જ સાદા નાસ્તાની વાનગી રજૂ કરી છે, તે છતાં તેને મેક્સિકન સ્પર્શ મળી રહે છે.

મેક્સિકન બ્રેડ રોલ્સમાં મીઠી મકાઇના દાણા અને સિમલા મરચાંની સાથે ચીઝ અને મેંદાથી ઘટ્ટ કરેલું દૂધ અને ચીલી ફ્લેક્સની થોડી તીખાશ આપીને પૂરણ તૈયાર કરવામાં આવ્યું છે. તે પછી આ પૂરણને બ્રેડમાં ભરીને મજેદાર કરકરો નાસ્તો બનાવવામાં આવ્યો છે, જેને તાજા અને ગરમા ગરમ ટમૅટા કેચપ સાથે પીરસવા.

Mexican Bread Rolls recipe In Gujarati

મેક્સિકન બ્રેડ રોલ્સ - Mexican Bread Rolls recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૨ બ્રેડ રોલ્સ માટે
મને બતાવો બ્રેડ રોલ્સ

ઘટકો
૧૨ બ્રેડ સ્લાઇસ

પૂરણ માટે
૨ ટેબલસ્પૂન માખણ
૨ ટીસ્પૂન મેંદો
૧ કપ દૂધ
૧/૪ કપ બાફેલા મીઠી મકાઇના દાણા
૧/૨ કપ ઝીણા સમારેલા સિમલા મરચાં
૧/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લૅક્સ
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
તેલ , તળવા માટે

પીરસવા માટે
ટમૅટા કેચપ
કાર્યવાહી
    Method
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં મેંદો ઉમેરીને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  2. તે પછી તેમાં દૂધ મેળવી, મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી તેમાં ગાંગડા ન રહે અથવા સૉસ ઘટ્ટ બને ત્યાં સુધી રાંધી લો.
  3. પછી તેમાં મકાઇના દાણા, સિમલા મરચાં, ચીઝ, લાલ મરચાંના ફ્લૅક્સ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. આ મિશ્રણ બીજા એક બાઉલમાં કાઢીને બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. બ્રેડની સ્લાઇસની કીનારીઓ કાપીને બ્રેડ પર વેલણ ફેરવી તેને પાતળી વણી લો.
  2. હવે બ્રેડની મધ્યમાં ૧/૨ ટેબલસ્પૂન જેટલું પૂરણ મૂકી તેને સજ્જડ રીતે રોલ કરી લો.
  3. અંતમાં બ્રેડના છેડા પર થોડું પાણી ચોપડી દબાવીને પૂરણ બંધ કરી લો.
  4. રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બીજા ૧૧ બ્રેડ રોલ તૈયાર કરી લો.
  5. એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડા-થોડા બ્રેડ રોલ નાંખી, તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લો.
  6. તે પછી તેને ટીશ્યૂ પેપર પર કાઢી સૂકા કરીને ટમૅટા કેચપ સાથે તરત જ પીરસો.

Reviews