લવિંગ રેસીપી
Last Updated : Nov 21,2024


cloves recipes in English
लौंग रेसिपी - हिन्दी में पढ़ें (cloves recipes in Hindi)

લવિંગ રેસીપી | લવિંગના ઊપયોગથી બનતી રેસીપી | લવિંગ રેસીપીઓનો સંગ્રહ | Cloves Recipes in Gujarati | Recipes using Cloves, Laung, Lavang in Gujarati |

લવિંગ રેસીપી | લવિંગના ઊપયોગથી બનતી રેસીપી | લવિંગ રેસીપીઓનો સંગ્રહ | Cloves Recipes in Gujarati | Recipes using Cloves, Laung, Lavang in Gujarati |

લવિંગના ફાયદા, આરોગ્ય લાભો (benefits of cloves, laung, lavang in Gujarati)

પ્રાચીન કાળથી ભારતના પરંપરાગત આયુર્વેદિક ઉપચાર કરનારાઓ સમગ્ર રીતે લવિંગનો ઉપયોગ પાચક રોગો અને દાંતના દુખાવા માટે તેના તેલનો ઊપયોગ કરવામાં આવે છે. કોઈપણ સ્વરૂપમાં તેનું સક્રિય સંયોજન 'યુજેનોલ' મુખ્ય આકર્ષણ છે જે એન્ટીઑકિસડન્ટ તરીકે કાર્ય કરે છે. તેમાં બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોને મારી નાખવાની ક્ષમતા છે અને શરદી અને ઉધરસને દૂર કરવામાં પણ મદદ કરે છે. જ્યારે તેને પાણી સાથે ઉકાળવામાં આવે છે અને ગાર્ગલ કરવામાં આવે છે, ત્યારે લવિંગ એક સારું એન્ટીબેક્ટેરિયલ માઉથવોશ બને છે, જે ખરાબ શ્વાસ સામે લડવામાં અને ગળાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. લવિંગની ચા કન્જેસ્ચન દૂર કરવા માટે સૌથી સામાન્ય ઘરેલું ઉપાય તરીકે જાણીતી છે. કેટલાક લોકો લવિંગનું તેલ માથા પર લગાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. ખીલ પર લગાવવામાં આવેલા લવિંગ તેલના થોડા ટીપાં તેની સારવારમાં મદદ કરી શકે છે.


Goto Page: 1 2 3 4 
જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેસ્ટને જ્યારે સાંતળવામાં આવે છે ત્યારે તેની ઉગ્ર ખુશ્બુ અને સુવાસમાં સૂકા મસાલા પાવડર મેળવવાથી તે વધુ તિવ્ર બને છે. નાળિયેરનું દૂધ મસાલાની તીખાશને સૌમ્ય અને સ્વાદમાં માફકસર ....
મોગલ લોકો દરેક સામગ્રીનો પોતાની રસોઇમાં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતાં હતા અને તે પણ અસામાન્ય રીતે. આ વાનગીમાં પણ નામ પ્રમાણે કાચા કેળાના કોફ્તા પણ ફળનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવ્યા છે. કાચા કેળામાં થોડા મસાલા ભેગા કરી, તળીને અદભૂત સ્વાદિષ્ટ કોફ્તા તૈયાર કરવામાં આવ્યા છે. આ કોફ્તાનો સ્વાદ મીઠી મધવાળી અ ....
આ એક હિમાલયન ખીણ પ્રદેશમાં પીવાતું ભારતીય મસાલાવાળું મનને આનંદ આપનાર પીણું છે જે કાશ્મીરી કાવ્હા તરીકે પ્રખ્યાત છે. આ કાશ્મીરી કાવ્હામાં લીલી ચહા સાથે વિવિધ મસાલા તથા તજ અને એલચી મેળવીને તૈયાર કરી તેમાં જરાક જેટલી કેસરનું પ્રમાણ ઉમેરી બદામ વડે સજાવીને પીરસવામાં આવે છે. આમ આ ચહાનો એક કપ, આપણી ....
સારા પ્રમાણમાં દૂધ, ફ્રેશ ક્રીમ, ઘી, કાજુ અને ખસખસ સાથે બનતા આ કોરમા ભાત બેશક શાહી વાનગી ગણી શકાય. હા, તેમાં વિવિધ મસાલા અને પાવડર મેળવવામાં આવ્યા છે પણ વધુ તીખાશ નથી આવતી કારણ કે તેમાં સામાન્ય માત્રામાં મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કોરમામાં મેળવેલા ફણગાવેલા મગ આ વાનગીને વધુ પૌષ્ટિક બના ....
ગરમા ગરમ બાજરાની રોટી સાથે આ ખાનદેશી દાળ બનાવીને જુઓ કે કેવો મજેદાર મેલાપ તૈયાર થાય છે. મગની દાળ, મસૂરની દાળ, તુવરની દાળ અને અડદની દાળને મસાલાવાળી કાંદા, સૂકા નાળિયેર, મરચાં, મરી વગેરેની પેસ્ટ સાથે રાંધીને તેમાં કરેલો તડકાનો વઘાર આ વાનગીને અનેરી સુવાસ આપીને મસ્ત રંગીન બનાવે છે. આનંદથી બનાવો આ વાનગી ....
ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા શોખથી ખાવાની મોઘલાઇ વાનગી છે જે ફક્ત લીલા વટાણા અને જરદાળુથી રંગીન નથી બનતી પણ તેમાં મેળવેલા ભાત વડે બનાવેલા મજેદાર મલાઇ કોફતા વડે તે પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ એટલીજ બને છે. વધુમાં બેક કરતી વખતે તેમાં મેળવેલા મસાલા અને કેસરની ખુશ્બુ તેને વધુ મજેદાર બનાવે છે.
વહેલી સવારમાં જ્યારે બહુ ઉતાવળ હોય પણ તમને કોઇ સ્વાદિષ્ટ વાનગી બનાવીને ઓફીસમાં લઇ જવાની ઇચ્છા હોય અથવા રાત્રે જ્યારે તમે થાકી ગયા હો પણ તમારા પ્રિયજનો માટે એક પૌષ્ટિક જમણ ઝટપટ બનાવવું હોય, તેવા સમયે આ વાનગી ખૂબજ યોગ્ય ગણી શકાય. તેમાં ઉમેરવામાં આવેલા ગાજર અને લીલી મગની દાળ તેને રંગીન અને પૌષ્ટિક બનાવ ....
ચણા પાલક સબ્જી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | healthy chana palak sabzi recipe in gujarati | with 20 amazing images.
ચાઇનીઝ 5 સ્પાઇસ પાવડર રેસીપી | 5 સ્પાઇસ પાવડર | ઓથેન્ટિક ચાઈનીઝ 5 સ્પાઇસ પાવડર | chinese 5 spice powder recipe in gujarati | with 18 amazing images. ચાઇનીઝ 5 સ્પાઇસ પાવ ....
આ એક અદભૂત ટીફીનમાં આપી શકાય એવી વાનગી છે જે તમારા બાળકોને જરૂરથી ગમશે. આમ તો બાળકોને ચીઝ દ્વારા બનતી વિવિધ વાનગીઓ બહુ ગમતી હોય છે, પણ વડીલોને આવી ચીઝવાળી વાનગી ટીફીનમાં આપવી એ એક પડકારરૂપ છે કારણકે તેમાં થોડું ચીકટપણું આવી જાય છે. પણ, આ ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ એક મજેદાર વિકલ્પ છે જે ટીફીન ....
ટમેટા અને મેથીવાળા ભાત રેસીપી | હેલ્ધી ટામેટા મેથી પુલાવ | ટામેટા મેથી બ્રાઉન રાઈસ | ટોમેટો મેથી રાઇસ | tomato methi rice in Gujarati | with 36 amazing images. લો ....
રંગુનની વાલનો ખાસ તો ગુજરાતી વાનગી બનાવવામાં ઉપયોગ વધુ થાય છે. એકલી દાળ અથવા તો કોઇ પણ જાતના શાકમાં તેને મેળવવામાં આવે છે. પણ અહીં મે આ દાળને ગુજરાતી પદ્ધતિથી અલગ પંજાબી મસાલાથી તૈયાર કરી છે.
મશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે. અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ ....
દાલ ખીચડી રેસીપી | ખીચડી રેસીપી | સ્વાદિષ્ટ દાલ ખીચડી બનાવવાની રીત | dal khichdi recipe in Gujarati | with 31 amazing images. આ એક એવી દાલ ખીચડી રેસીપી છે જેમાં ખ ....
Goto Page: 1 2 3 4