અનિયન રીંગ્સ્ ફૂલેલી અને કરકરી આ અનિયન રીંગ્સ્ માં એવું બળ છે કે તમારી કંટાળાભરી બપોરને ઉત્સાહી બનાવી દેશે. આ મજેદાર નાસ્તો દરેક ઉંમરના લોકોને, ખાસ કરીને બાળકોને પસંદ પડે એવો છે જે તમે ઘેર તૈયાર કરી શકો છો જો તમે તેની ખાનગી રીત જાણી શકો. ચપટીભર બેકીંગ પાવડર ઉમેરવાથી આ રીંગ્સ્ થોડી ફૂલે છે, તેમાં પીસેલી સા ....
અમીરી ખમણ, ગુજરાતી સેવ ખમણી રેસીપી, સુરતી સેવ ખમણી અમીરી ખમણ | ગુજરાતી સેવ ખમણી રેસીપી | સુરતી સેવ ખમણી | amiri khaman recipe in gujarati અમીરી ખમણ એક મસાલેદાર ચા ના સમય નો નાસ્તો, જેમાં લસણ નો વઘાર અને દાડમ અને ન ....
ઇંડા રહિત રેડ વેલ્વેટ કેક આ ઇંડા વગરના રેડ વેલ્વેટ કેકનો રંગ, મજેદાર સ્વાદ અને તેનાથી વધુ તેનો આકર્ષક દેખાવ એવો છે કે તે પાર્ટીમાં દરેક લોકોનું મનપસંદ રહે છે. સારા પ્રમાણમાં કન્ડેન્સ્ડ મીલ્ક, દહીં અને માખણ મેળવીને બનતું આ કેક મોઢામાં મૂક્તાની સાથે પીગળી જાય એવું નરમ અને સ્વાદિષ્ટ બને છે અને તેની પર પાથરેલું ક્રીમ ચીઝ તેને વધ ....
એપલ પાય ની રેસીપી આખી દુનિયામાં સર્વસામાન્ય મનપસંદ એવું આ એપલ પાય છે, જે ઘણા લોકોને એટલું પસંદ પડી ગયું હોય છે કે તેઓ સવારના નાસ્તા સાથે, ફરી જમણ સાથે અને તે પછી પણ તેનો આનંદ માણતા અચકાતા નથી. અહીં આ એપલ પાય બનાવવાની પારંપારિક રીત રજૂ કરી છે, જેમાં એપલની નરમાશ ....
ક્રૅપ્સ્ ક્રૅપ્સ્ પાતળા પૅનકેક છે, તેની સરસ નરમ બનાવટના કારણે તેને મજેદાર ડેઝર્ટ બનાવવા માટે આદર્શ ગણી શકાય છે. તેની પર હુંફાળું સૉસ અને આઇસક્રીમ પાથરીને અથવા તેને ક્રીમ અને ફ્રુટમાં વાળીને કે પછી તમારી મનગમતી રીતે તેનો ઉપયોગ કરી મજેદાર વાનગીઓ બનાવીને તેનો આનંદ માણો.
કેરી કા પાની | કાચી કેરીનું શરબત | આમ પન્ના કેરી કા પાની | કાચી કેરીનું શરબત | આમ પન્ના | kairi ka pani recipe in gujarati | એક ઉત્તમ ઉનાળાનુ કૂલર. ભારતના મોટાભાગના અન્ય પ્રદેશોમાં તેને 'આમ પન્ના' પણ કહેવામ ....
કેરીનું રાઈતું આંગળા ચાટી જાવ એવું સ્વાદિષ્ટ આ કેરીનું રાઈતું જ્યારે કેરીની ઋતુ ચાલતી હોય ત્યારે જરૂરથી બનાવવો. કેરીની મીઠાશ અને મલાઇદાર તાજા દહીંના સ્વાદ સાથે એલચીનો મજેદાર સ્વાદ આ રાઇતાને અદભૂત સ્વાદિષ્ટ બનાવે છે. અહીં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે દહીં ખાટું ન હોય, નહીં તો રાઇતાનો સ્વાદ બગડી જશે. બીજી વાત એ ....
કેળા અને અખરોટના મફિન મેંદો અસ્વસ્થ્યકારક ગણાય છે અને કાયમ બાળકોના ભોજનથી તેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. મેં આ વાનગીમાં ગુણકારી ઓટસ્, કેળા અને અખરોટનો ઉમેરો કરીને પ્રયોગાત્મક રીતે મફિનને પૌષ્ટિક બનાવ્યા છે.
કેળા અને કાકડીનું સલાડ આ કેળા અને કાકડીનું સલાડ એક અસામાન્ય સંયોજન છે જે કચુંબરની રીતે બનાવવામાં આવ્યું છે. મીઠા કેળા અને કરકરી કાકડી અહીં એક બીજામાં સારી રીતે ભળી જાય છે, જેમાં મગફળી અને નાળિયેર તેને કરકરૂ બનાવે છે અને સાથે લીલા મરચાં અને લીંબુનો રસ તેના સ્વાદમાં વધારો કરે છે. તેને ઠંડુ પીરસો.
કેળાના ઉત્તાપા આ કેળાના ઉત્તાપા લવચીક, પોચા અને રસદાર તથા હલકી મીઠાસ અને આનંદદાયક સ્વાદ ધરાવે છે અને સાથે-સાથે કેળાની મીઠાસ તેમાં ભળીને તેને સરસ મજેદાર બનાવે છે. આવા આ ઉત્તાપા બધાને ગમશે પણ ખાસ તો બાળકોને તે વધુ ગમશે. અન્ય ઉત્તાપાની જેમ આ ઉત્તાપામાં પણ ચોખા અને અડદની દાળના ખીરાનો ઉપયોગ થાય છે, પણ તેમાં આથો આવ્ ....
ક્વીક ઓરેન્જ સંદેશ રેસીપી એક સ્વાદિષ્ટ અને મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ વાનગીમાં દૂધ અને સંતરાનો ભિન્ન સ્વાદવાળી બે વસ્તુઓનું સંયોજન છે. સંદેશ એક પૌરાણિક બંગાળી મીઠાઇ છે જેમાં સંતરાના સ્કવૉશનું મિશ્રણ ઉમેરવામાં આવ્યું છે, જેથી તેને એક અલગ જ પ્રકારનો સ્વ ....
ક્વીક રોઝ સંદેશ ની રેસીપી મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ બંગાળી મીઠાઇમાં જ્યારે રોઝ કે ઓરેન્જની ખુશ્બુ મેળવવામાં આવે ત્યારે તે એક ખાસ પ્રકારની મીઠાઇ જ બની જાય છે. અહીં અમે ક્વીક રોઝ સંદેશ બનાવવાની રીત રજૂ કરી છે જેમાં તૈયાર મળતા પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુલાબની ખુશ્બુ આ મીઠાઇને અત્યંત આકર્ષક અને સુંદર બનાવે છે ....
કેસર પીસ્તા બિસ્કિટ કેસર પીસ્તા બિસ્કિટ એક મજાની સમૃધ્ધ વાનગી છે, જેમાં શાહી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં ઉમેરવામાં આવેલા પીસ્તા અને બદામ તેને કરકરો સ્વાદ આપે છે, જ્યારે વિવિધ મસાલાના પાવડર તેને ભવ્ય ખુશ્બુ આપે છે. કણિકમાં મેવાના ટુકડા બરોબર રહે તે માટે કણિકને વણતી વખતે હલકા હાથે વણવી જેથી બિસ્કિટના પડ પાતળા ન ....
કાબુલી ચણાનો સલાડ રંગીન અને ખટમીઠો સ્વાદ ધરાવતું આ કાબુલી ચણાનો સલાડ એક ચટાકેદાર વાનગી છે. કાબુલી ચણા અને બટાટાના મિશ્રણમાં ટમેટાની ખટ્ટાશ સાથે લીલા મરચાં અને લીંબુના રસનું સંયોજન છે અને વધુમાં ચાટ મસાલો અને સંચળનો ઉમેરો આ સલાડને અત્યંત આકર્ષક બનાવે છે.