કેરીનું રાઈતું | મેંગો રાયતા | હેલ્ધી રાઈતા | રાયતા રેસીપી | Mango Raita

કેરીનું રાઈતું | મેંગો રાયતા | હેલ્ધી રાઈતા | રાયતા રેસીપી | mango raita recipe in Gujarati | with 9 amazing images.

આંગળા ચાટી જાવ એવું સ્વાદિષ્ટ આકેરીનું રાઈતું જ્યારે કેરીની ઋતુ ચાલતી હોય ત્યારે જરૂરથી બનાવવો. કેરીની મીઠાશ અને મલાઇદાર તાજા દહીંના સ્વાદ સાથે એલચીનો મજેદાર સ્વાદ આ રાઇતાને અદભૂત સ્વાદિષ્ટ બનાવે છે.

અહીં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે દહીં ખાટું ન હોય, નહીં તો રાઇતાનો સ્વાદ બગડી જશે. બીજી વાત એ કે કેરી પાકી અને મીઠી હોવી જરૂરી છે. તો આ સ્વાદિષ્ટ ઠંડા રાઇતાને પૂરી અથવા રોટી સાથે પીરસી કેરીની ઋતુમાં તેની મજા માણો.

ઉપવાસના બીજા વ્યંજન પણ અજમાવો જેમ સાબુદાણા વડા અને ફરાળી ઢોસા.

Mango Raita recipe In Gujarati

This recipe has been viewed 6846 times



કેરીનું રાઈતું - Mango Raita recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૨ કપ પાકી કેરીના ટુકડા
૧ ૧/૨ કપ તાજું દહીં
૧ ૧/૨ ટેબલસ્પૂન પીસેલી સાકર
૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં દહીં, પીસેલી સાકર અને એલચીનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરીને જેરી લો.
  2. તે પછી તેમાં પાકી કેરી મેળવી સારી રીતે મિક્સ કરીને રેફ્રીજરેટરમાં લગભગ ૩૦ મિનિટ રાખી મૂકો.
  3. ઠંડું પીરસો.

Reviews