ઍલા અડા, મીઠા ભાતના પૅનકેક ઍલા અડા કેરાલાની એક પારંપરિક મીઠી મજેદાર વાનગી છે, જેમાં ચોખાના લોટના પૅનકેકને કેળના પાનમાં વીંટાળીને બાફવામાં આવે છે. અહીં અમે આ ઍલા અડાને નાળિયેર અને ગોળના પૂરણ વડે બનાવવાની રીત રજૂ કરી છે. કોઇ ખાસ પ્રસંગે તેના પૂરણમાં ફણસના પલ્પનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઍલા એટલે પાંદડું અને આ મીઠા ચોખાના ....
લીલા વટાણાની પૅનકેક આ લીલા વટાણાની પૅનકેક, સામાન્ય રીતે સવારના નાસ્તામાં ખવાતી હોય છે અને પારંપરિક દક્ષિણ ભારતના ઉત્તપાનો રોમાંચક વિકલ્પ છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં ફોલીક એસીડ અને ફાઇબરનું પ્રમાણ ઘણું છે જેથી તે ખુબજ આરોગ્યદાયક છે. વધુમા, આથો લાવવાની જરૂર ન હોવાથી, આ પૅનકેક બનાવવી પણ સરળ છે. હમેંશા ફ્રૂટ-સૉલ્ટ સાથે રાખો જ ....
વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવ અહીં ભાત, દાળ, મિક્સ શાકભાજી, કેસર અને તળેલા કાંદાનું મિશ્રણ છે જેને કાંદાની તૈયાર કરેલી પેસ્ટમાં મેળવી ઑવનમાં તૈયાર કરવામાં આવ્યું છે. તે એવું મજેદાર બને છે કે તેને જમણનું મુખ્ય અંગ પણ ગણાવી શકાય. તેનો દેખાવ ખૂબજ પ્રભાવી લાગે છે કારણકે તેને બેક કરવાથી “દમ” જેવો અહેસાસ આ વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવમ ....
વેજીટેબલસ્ ઇન ટમૅટો ગ્રેવી નામ વાંચીને જ તમને સમજાઇ જશે કે આ વાનગીમાં વિપુલ પ્રમાણમાં ટમેટા હશે. આ ઉપરાંત તેમાં બીજા શાક જેવા કે ભીંડા, સરગવાની શીંગ, ફણસી અને બટાટા પણ છે. તમારા ગમતા અને હાજર હોય એવા શાક પણ તેમાં ઉમેરી શકો છો. ચણાનો લોટ પણ આ વાનગીમાં મહત્વનો ભાગ ભજવે છે કારણકે તેના વડે વાનગીની સુસંગતા અને સંતુલન જળવાઇ રહે છે. ....
વારકી પરોઠા આ વારકી પરોઠા પોતાની રીતે અનોખી વાનગી છે જે તમે ક્યારે સાંભળી અથવા અજમાવી નહીં હોય, પણ અહીં તમને આ તક મળે છે આ વિશિષ્ટ કારીગરી વાળી વાનગી બનાવવાની. ઘઉંની રોટીમાં ચોખાના લોટની પેસ્ટ ચોપડી, તેના પડ બનાવી વણીને ઘી વડે કરકરી રાંધવામાં આવી છે. ઠંડીના દિવસોમાં ઉપયુક્ત આ પરોઠા તમને પ્રખ્યાત ઉટી વારકેની યાદ ....
સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા આરોગ્યદાયક કોલીફ્લાવર વાપરીને બનાવેલા સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા, કોઇપણ ના ન પાડી શકાય તેવા કરકરા અને સ્વાદિષ્ટ પરાઠા છે. ઘઉંનો લોટ અને ઘણી બધી કોલીફ્લાવર લઈને બનાવેલા આ પરોઠા એક પૌષ્ટિક વાનગી છે અને કોથમીર, ફૂદીનો અને લીલા મરચાંની કુદરતી અને તીવ્ર સુગંધ તમારી ભુખને જગાવે છે.
સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ પડશે. સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા એક પેટ ભરાઇ જાય તેવો સવારનો નાસ્તો છે જે ભરપૂર છે પ્રોટીનથી (નિરોગી બોડી સેલ્સ માટે), કૅલ્શિયમથી (તંદુરસ્ત હાડકા માટે) અને લોહતત્વથી (સારા હીમોગ્લોબિન માટે). આ વાનગી બનાવવામાં આગલ ....
હરીયાળી મઠની ખીચડી દેખાવમાં મનભાવતી અને સ્વાદિષ્ટ આ હરીયાળી મઠની ખીચડીમાં પોષકતત્વો છલોછલ ભરેલા છે. આ આરોગ્યદાયક ખીચડીમાં ચોખા, મઠ અને આખા મસાલાની લીલી પેસ્ટ ઉમેરીને રાંધવામાં આવી છે, જેમાં કોથમીર, લીલા મરચાં અને નાળિયેરનું સંયોજન છે. અને અંતમાં એક એવી મજેદાર ખીચડી તૈયાર થાય છે જે તમારી મનગમતી તો બનશે પણ સાથે સાથે સંત ....
હાંડી ખીચડી હાંડીને ઢાંકીને રાંધવાથી તેમાં બનતી બાફ હાંડીમાં જ જળવાઇ રહે છે જેથી ખૂબ જ થોડા પાણીમાં સહેલાઇથી રાંધી શકાય છે અને તેમાં પોષક તત્વનો નુકશાન પણ ઓછો થાય છે. બીજું એ કે આ હાંડીમાં રાંધવાથી બધા મસાલાની સોડમ અને તેની ખુશ્બુ પણ જળવાઇ રહે છે. અહીં ચોખા અને ખૂબ બધી શાકભાજીનું સંયોજન કરીને એક પારંપારીક હાંડી ....
હોલસમ ખીચડી ખીચડી એક અતિ પ્રખ્યાત ઘર ઘરમાં બનતી ચોખાની વાનગી છે જેનો દુનીયાભરના બધા ભારતીઓ આનંદ માણતા હોય છે. આમ જોવા જઇએ તો ખીચડીના ખૂબ બધા અલગ અલગ પ્રકાર અને વિવિધ નામ પણ હોય છે અને તે ઉપરાંત ચોખા અને મગની દાળના સંયોજન વડે બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે, પણ અંતમાં તો આ એવી વાનગી ગણી શકાય કે જે દરેક ઉમરલાય ....