વેજીટેબલસ્ ઇન ટમૅટો ગ્રેવી | Vegetables in Tomato Gravy

નામ વાંચીને જ તમને સમજાઇ જશે કે આ વાનગીમાં વિપુલ પ્રમાણમાં ટમેટા હશે. આ ઉપરાંત તેમાં બીજા શાક જેવા કે ભીંડા, સરગવાની શીંગ, ફણસી અને બટાટા પણ છે. તમારા ગમતા અને હાજર હોય એવા શાક પણ તેમાં ઉમેરી શકો છો. ચણાનો લોટ પણ આ વાનગીમાં મહત્વનો ભાગ ભજવે છે કારણકે તેના વડે વાનગીની સુસંગતા અને સંતુલન જળવાઇ રહે છે.

Vegetables in Tomato Gravy recipe In Gujarati

This recipe has been viewed 7957 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

वेजिटेबल्स इन टमॅटो ग्रेवी - हिन्दी में पढ़ें - Vegetables in Tomato Gravy In Hindi 
Vegetables in Tomato Gravy - Read in English 


વેજીટેબલસ્ ઇન ટમૅટો ગ્રેવી - Vegetables in Tomato Gravy recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૪ કપ મોટા સમારેલા ટમેટા
૧/૨ કપ સમારીને ૧” ના ટુકડા કરેલી ફણસી
૧/૨ કપ સમારીને ૧” ના ટુકડા કરેલા ગુવારફળી
૧/૨ કપ સરગવાની શીંગ , ૨” ના ટુકડા કરેલા
૧/૨ કપ છોલીને ટુકડા કરેલા બટાટા
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન રાઇ
૧ ટીસ્પૂન જીરું
ચપટીભર હીંગ
૧/૪ કપ ચણાનો લોટ
કડીપત્તા
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
૩/૪ કપ ભીંડા , ૨૫ મી.મી. (૧”)ના ટુકડા કરેલા
૧/૨ ટીસ્પૂન સાકર
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો

પીરસવા માટે
ભાત / પરોઠા
કાર્યવાહી
    Method
  1. એક ઊંડી કઢાઇમાં ટમેટા અને ૨ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા ટમેટા નરમ થાય ત્યાં સુધી બાફી લો.
  2. તેને તાપ પર થી નીચે ઉતારી ઠંડા થવા બાજુ પર રાખો.
  3. ટમેટા થોડા ઠંડા પડે તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પલ્પ તૈયાર કરી બાજુ પર રાખો.
  4. એક ઊંડી કઢાઇમાં ૨ કપ પાણી ગરમ કરી તેમાં ફણસી, ગુવારફળી અને સરગવાની શીંગ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ બાફી લો.
  5. પછી તેમાં બટાટા મેળવી સારી રીતે હલાવીને વધુ ૫ થી ૭ મિનિટ સુધી બાફી લો. પાણીને ગાળી ન લેતા તેમાં જ રહેવા દો.
  6. બીજી એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને જીરું મેળવી લો.
  7. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને ચણોનો લોટ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  8. તે પછી તેમાં કડીપત્તા, ટમેટાનું પલ્પ સને બાફેલા બધા શાક (અને તેની સાથેનું પાણી પણ) મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી, વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  9. તે પછી તેમાં મીઠું, આદુ-મરચાંની પેસ્ટ અને ભીંડા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી, વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.
  10. છેલ્લે તેમાં સાકર અને ગરમ મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.
  11. ભાત અથવા પરોઠા સાથે ગરમ ગરમ પીરસો.

Reviews

વેજીટેબલસ્ ઇન ટમૅટો ગ્રેવી
 on 04 Jul 16 05:23 PM
5

I tried this recipe and it turned out so well I prepared it for the guests & every body loved it the vegetable and the tomato based gravy. They could not believe that it was prepared at home It was even better than the restaurant...Must try