સ્પાઇસી સ્પ્રાઉટ્સ સૅન્ડવિચ | Spicy Sprouts Sandwich ( Healthy Breakfast)

પ્રસ્તુત છે દેશી સ્વાદના ચાહકો માટે એક ચટાકેદાર સૅન્ડવિચ. સામાન્ય રીતે સૅન્ડવિચ બનાવવામાં સારા પ્રમાણમાં વપરાતા ચીઝ અને માખણની બદલે પૂરણમાં ફણગાવેલા કઠોળ વાપરશો તો ખૂબ જ પ્રોટીન અને ફાઇબર મળશે. અલગ પ્રકારના મસાલા, કાંદા, લીલા મરચાં અને ટમેટાને કારણે આ ગરમ અને તીખી સૅન્ડવિચ ઠંડા દીવસોમાં સવારનો એક ઉમદા નાસ્તો છે.

Spicy Sprouts Sandwich ( Healthy Breakfast) recipe In Gujarati

સ્પાઇસી સ્પ્રાઉટ્સ સૅન્ડવિચ - Spicy Sprouts Sandwich ( Healthy Breakfast) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪સૅન્ડવિચ માટે
મને બતાવો સૅન્ડવિચ

ઘટકો
ઘઉંના બ્રેડની સ્લાઇસ
કાંદાની સ્લાઇસ
૨ ટીસ્પૂન લૉ ફેટ માખણ

ફણગાવેલા કઠોળના મિશ્રણ માટે
૧ કપ બાફેલા મિક્સ ફણગાવેલા કઠોળ (મગ , મટકી , ચણા વગેરે)
૨ ટીસ્પૂન તેલ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન પાવભાજી મસાલા
૧ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન સચંળ
૧ ૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ બાફી , છોલીને મસળી લીધેલા બટેટા
કાર્યવાહી
ફણગાવેલા કઠોળના મિશ્રણ માટે

    ફણગાવેલા કઠોળના મિશ્રણ માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનને ગરમ કરી કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  2. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ અને મરચાં ઉમેરી મધ્યમ તાપ પર વધુ 2 મિનિટ સુધી સાંતળી લો.
  3. હવે તેમાં પાવભાજી મસાલો, ધાણા-જીરા પાવડર, હળદર, સચંળ, ટમેટા, મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. હવે તેમાં ફણગાવેલ કઠોળ અને બટેટા ઉમેરી સારી રીતે મિક્સ કરી અને મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી સાંતળી લો.
  5. આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક બ્રેડની સ્લાઇસને સૂકી અને સપાટ જગ્યા પર મૂકો અને મિશ્રણનો એક ભાગ તેની પર એકસરખો પાથરી લો.
  2. તેની પર કાંદાની ૨ સ્લાઇસ અને ૧ બ્રેડની સ્લાઇસ મૂકી સૅન્ડવિચ બનાવી લો.
  3. આ સૅન્ડવિચને આગળથી ગરમ કરેલા ગ્રીલરમા મૂકી ૧/૨ ટીસ્પૂન લૉ ફેટ માખણની મદદથી સૅન્ડવિચ બન્ને બાજુએથી કરકરી અને બ્રાઉન થઇ જાય ત્યાં સુધી શેકી લો.
  4. બાકીની ૩ સૅન્ડવિચ રીત ક્રમાંક ૧ થી ૩ પ્રમાણે બનાવી લો.
  5. તરત જ પીરસો.
Nutrient values એક સૅન્ડવિચ માટે

ઊર્જા
૨૦૮ કૅલરી
પ્રોટીન
૮.૧ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૩૪.૪ ગ્રામ

Reviews