મગની દાળ ની ઈડલી રેસીપી | વેજીટેબલ મૂંગ દાળ ઈડલી | પ્રોટીનથી ભરપૂર ઈડલી રેસીપી | Moong Dal Idli

મગની દાળ ની ઈડલી રેસીપી | વેજીટેબલ મૂંગ દાળ ઈડલી | પ્રોટીનથી ભરપૂર ઈડલી રેસીપી | moong dal idli recipe in gujarati | with 30 amazing images.

મગની દાળ ની ઈડલી — ઝડપી, પૌષ્ટિક નાસ્તો શોધી રહેલા લોકો માટે, આ ઉચ્ચ ફાઈબર પ્રોટીનથી ભરપૂર ઈડલી! જાણો મગની દાળ ની ઈડલી રેસીપી | વેજીટેબલ મૂંગ દાળ ઈડલી | પ્રોટીનથી ભરપૂર ઈડલી રેસીપી | બનાવવાની રીત.

મગની દાળ પ્રોટીનથી ભરપૂર દાળ છે. આ હેલ્ધી કઠોળમાંથી આપણે સોફ્ટ ઈડલી બનાવી શકીએ છીએ. દાળને પલાળીને, ઘટ્ટ બેટર બનાવવા પીસવામાં આવે છે અને તેને વધાર, વેજીટેબલ અને ફ્રૂટ સોલ્ટ વડે ઉન્નત કરવામાં આવે છે. ત્યાર પછી આ બેટરને ઈડલીની પ્લેટમાં રેડવામાં આવે છે અને ૧૫ મિનિટ સુધી બાફવામાં આવે છે જેથી તે સોફ્ટ અને પફી મૂંગ દાળ ઈડલી મળે.

મગની દાળ ની ઈડલી બનાવવા માટેની ટિપ્સ: ૧. ખાતરી કરો કે તમે તેને તરત જ પીરસો કરો કારણ કે જો તે લાંબા સમય સુધી રાખવામાં આવે તો તે ડ્રાઇ થઇ જાય છે. ૨. ફ્રૂટ સોલ્ટ ઉમેર્યા પછી બેટરને વધુ મિક્સ ન કરો નહીં તો ઈડલી ચપટી થઈ જશે. ૩. તાજા દહીંનો ઉપયોગ કરવાની ખાતરી કરો.

Moong Dal Idli recipe In Gujarati

મગની દાળ ની ઈડલી રેસીપી - Moong Dal Idli recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૧ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૨૦ ઈડલી માટે
મને બતાવો ઈડલી

ઘટકો

મગની દાળ ની ઈડલી માટે
૧ કપ પીળી મગની દાળ
૧ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં
૧/૨ કપ છીણેલું ગાજર
૧/૪ કપ દહીં
૨ ૧/૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન તેલ
૨ ટીસ્પૂન રાઇ
૨ ટીસ્પૂન અડદની દાળ
૧/૪ ટીસ્પૂન હિંગ
૮ થી ૧૦ કરી પત્તા
૧ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ
૬ ટેબલસ્પૂન પાણી

પીરસવા માટે
સંભાર
નારિયેળની ચટણી
કાર્યવાહી
મગની દાળ ની ઈડલી માટે

    મગની દાળ ની ઈડલી માટે
  1. મગની દાળની ઇડલી બનાવવા માટે, પીળી મગની દાળને એક બાઉલમાં અને ૧ કલાક માટે પૂરતા ગરમ ​​પાણીમાં પલાળી રાખો.
  2. ઢાંકણથી ઢાંકીને ૧ કલાક માટે બાજુ પર રાખો.
  3. તેને સારી રીતે ગાળી લો.
  4. નીતારેલી દાળ, લીલા મરચાં અને લગભગ ૫ ટેબલસ્પૂન પાણી મિક્સ કરો. તેને મિક્સરમાં નાખો અને સ્મૂધ થાય ત્યાં સુધી પીસી લો.
  5. એક ઊંડા બાઉલમાં દાળને કાઢી તેમાં ગાજર, દહીં, કોથમીર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બાજુ પર રાખો.
  6. એક નાની નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં રાઇ, અડદની દાળ, હિંગ અને કરી પત્તા ઉમેરો અને મધ્યમ તાપ પર ૩૦ સેકન્ડ સુધી સાંતળી લો.
  7. બેટર પર વઘાર રેડો અને સારી રીતે મિક્સ કરો.
  8. બાફતા પહેલા, ફ્રુટ સોલ્ટ અને ૧ ટેબલસ્પૂન પાણી ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો.
  9. દરેક ગ્રીસ કરેલ ઇડલીના મોલ્ડમાં એક ચમચી બેટર રેડો.
  10. ઇડલી સ્ટીમરમાં ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા તે રાંધાય ત્યાં સુધી સ્ટીમ કરો.
  11. ઈડલી બફાઈ જાય પછી તેને થોડી ઠંડી થવા દો અને તેને ડીમોલ્ડ કરો. બાજુ પર રાખો.
  12. અને બાકીના બેટરનો ઉપયોગ ઈડલી બનાવવા માટે કરો.
  13. સાંભર અને નારિયેળની ચટણી સાથે તરત જ મગની દાળ ઈડલી પીરસો.

Reviews