ફણગાવેલા મઠ અને કોથમીરના ઉત્તપા | Sprouted Matki Uttapam

એક અનોખા, એવા આ ફણગાવેલા મઠ અને કોથમીરના મીની ઉત્તાપાના ખીરામાં ફણગાવેલા મઠને કોથમીર, લીલા મરચાંની પેસ્ટ અને બીજા મસાલા વડે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે. અહીં ખીરાને આથો આપવાની કે પલાળી રાખવાની ક્રિયા કરવાની જ નથી કારણકે તેમાં ફણગાવેલા મઠ મેળવવામાં આવ્યા છે. આ ઉત્તાપા નાની સાઇઝના બનાવી ચરબીયુક્ત નાળિયેરની ચટણીના બદલે ફૂદીના અને કાંદાની ચટણી સાથે પીરસો અને જુઓ કે તમારા જમણમાં કઠોળનો કેવી પૌષ્ટિક રીતે ઉપયોગ થઇ શકે છે.

Sprouted Matki Uttapam recipe In Gujarati

ફણગાવેલા મઠ અને કોથમીરના ઉત્તપા - Sprouted Matki Uttapam recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨૧મીની ચીલા માટે
મને બતાવો મીની ચીલા

ઘટકો
૧ ૧/૨ કપ ફણગાવેલા મઠ
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૪ ટીસ્પૂન જીરૂં
૧/૪ ટીસ્પૂન હીંગ
મીઠું , સ્વાદાનુસાર
૧ ૩/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટે

પીરસવા માટે
ફુદીના અને કાંદાની ચટણી
કાર્યવાહી
    Method
  1. એક મિક્સરની જારમાં મઠ અને ૧/૨ કપ પાણી મેળવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  2. આ મિશ્રણને એક બાઉલમાં મૂકી, તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. એક મિની ઉત્તાપાના પૅનને ૧/૪ ટીસ્પૂન તેલ વડે ચોપડી લો.
  4. તેની પર ૧ ટેબલસ્પૂન જેટલું ખીરૂં ઉત્તાપાના દરેક ૭ મોલ્ડમાં રેડી સરખી રીતે ૭૫ મી. મી. (૩")ના ગોળાકાર ઉત્તાપા તૈયાર કરી લો.
  5. આ ૭ ઉત્તાપાને ૧/૨ ટીસ્પૂન જેટલા તેલ વડે બન્ને બાજુએથી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાંધી લો.
  6. આમ બાકીના ૧૪ ઉત્તાપા રીત ક્રમાંક ૪ અને ૫ મુજબ વધુ ૨ જુથમાં બનાવીને તૈયાર કરી લો.
  7. ફુદીના અને કાંદાની ચટણી સાથે તરત જ પીરસો.

Reviews