ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપ | Tomato and Baked Beans Soup

ઠંડીના દીવસોમાં માફક આવે એવું આ તીખાશવાળું સૂપ, પણ તમારી આંખમાં પાણી આવી જાય એવું તીખું તો નથી જ.

આ ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપમાં તીખાશ અને ખટાશનું નાજુક સમતોલન છે જેને સફેદ સૉસના મિશ્રણથી સૌમ્ય બનાવવામાં આવ્યું છે જેથી તમે તેને સારી રીતે માણી શકશો.

Tomato and Baked Beans Soup recipe In Gujarati

This recipe has been viewed 6116 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Tomato and Baked Beans Soup - Read in English 


ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપ - Tomato and Baked Beans Soup recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૮ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ કેન્ડ બેક્ડ બીન્સ્
૬ કપ મોટા સમારેલા ટમેટા
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ કપ ઝીણા સમારેલા સિમલા મરચાં
૧/૨ કપ ઝીણા સમારેલા લીલા કાંદા (સફેદ અને લીલો ભાગ)
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ કપ સફેદ સૉસ
૧ ટેબલસ્પૂન સાકર
૧ ટીસ્પૂન ચીલી સૉસ
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
કાર્યવાહી
    Method
  1. એક વાસણમાં ટમેટા અને ૪ કપ પાણી સાથે મેળવી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી રાંધી લો.
  2. આ મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો.
  3. તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરી લીધા પછી ગરણી વડે ગાળીને બાજુ પર રાખો.
  4. એક ઊંડા પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં સિમલા મરચાં અને લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં તૈયાર કરેલું ટમેટાનું મિશ્રણ મેળવી, ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.
  7. છેલ્લે તેમાં ટમેટા, બેક્ડ બીન્સ્, સફેદ સૉસ, સાકર, ચીલી સૉસ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. ખમણેલા ચીઝ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews

ચીલી બીન સૂપ
 on 02 Sep 17 11:46 AM
5

easy and quick