દહીંવાળી તુવેર દાળ રેસીપી | હેલ્ધી તુવેર દાળ | ગુજરાતી તુવેર દાળ | Dahiwali Toovar Dal

દહીંવાળી તુવેર દાળ રેસીપી | હેલ્ધી તુવેર દાળ | ગુજરાતી તુવેર દાળ | dahiwali toovar dal in Gujarati | with 26 amazing images.

દહીંવાળી તુવર દાળમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોટીન તથા ફોસ્ફરસ હોવાથી તે શરીરના હાડકા માટે અતિ ઉપયોગી છે.

આ દાળ બનાવવામાં પણ અતિ સરળ છે. દાળને પ્રેશર કુકરમાં બાફી વઘાર કરીને ઉકાળી લો, એટલે દાળ તૈયાર. મલ્ટિગ્રેન રોટી સાથે આ દહીંવાળી તુવર દાળની મજા ઓર જ મળશે.

Dahiwali Toovar Dal recipe In Gujarati

દહીંવાળી તુવર દાળ રેસીપી - Dahiwali Toovar Dal recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૨ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

દહીંવાળી તુવર દાળની રેસીપી બનાવવા માટે
૧/૨ કપ તુવર દાળ
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન ચણાનો લોટ
૧/૨ કપ લો ફૅટ દહીં
૧ ટીસ્પૂન જીરૂ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૨ ટીસ્પૂન ધાણા પાવડર
૧ ટીસ્પૂન જીરા પાવડર

સજાવવા માટે
સમારેલી કોથમીર
કાર્યવાહી
દહીંવાળી તુવર દાળની રેસીપી બનાવવા માટે

    દહીંવાળી તુવર દાળની રેસીપી બનાવવા માટે
  1. એક ઊંડા બાઉલમાં દાળને ધોઇ લીધા પછી જરૂરી પાણીમાં ૨ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  2. પ્રેશર કુકરમાં દાળની સાથે મીઠું, હળદર અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
  3. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો, તે પછી તેને બાજુ પર રાખો.
  4. હવે એક નાના બાઉલમાં ચણાના લોટ સાથે દહીં મેળવી સારી રીતે જેરી લીધા પછી તેને બાજુ પર રાખો.
  5. એક ઊંડા નોન-સ્ટીક પેનને મધ્યમ આંચ પર ગરમ કરી જીરૂ નાંખો અને લગભગ ૩૦ સેકંડ સુધી સૂકી શેકી લો.
  6. તે પછી તેમાં કાંદા મેળવીને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા તો તે હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. જો મિશ્રણ બળવા આવે તો થોડું પાણી છંટો.
  7. તે પછી તેમાં રાંધેલી દાળ, મરચાં પાવડર, ધાણા પાવડર અને જીરા પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. હવે તાપને ધીમો પાડી તેમાં તૈયાર કરેલો દહીં-ચણાના લોટનું મિશ્રણ, ૧/૨ કપ પાણી અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  9. કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.

Reviews