You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય ભાત > નાળિયેરના ભાત નાળિયેરના ભાત | Coconut Rice, South Indian Coconut Rice તરલા દલાલ ચોખાની વાનગી બનાવવા ચોખાની સાથે મેળવેલી કોઇ એકાદેક વસ્તુ વડે જ તેની ઓળખ બની જાય છે, જેમ કે લીંબુવાળા ભાત, આમલીવાળા ભાત, કાચી કેરીવાળા ભાત કે પછી નાળિયેરના ભાત. આ દક્ષિણ ભારતમાં પુલાવ કરતાં પણ વધુ પ્રખ્યાત ગણાય છે. આ બધી વાનગીઓની અનોખી સુવાસ જ ભાતની બીજી વાનગીઓ કરતાં તેને અલગ પાડે છે. અહીં પણ મજાના નાળિયેરના ભાતની વાનગીને પારંપારિક રાઇ તથા દાળના વઘાર વડે તૈયાર કરવામાં આવ્યા છે, જે તમને નાળિયેરના સ્વાદનો એવો ચટકો લગાડે છે કે તે તમારૂં ભાવતું ભોજન બની જશે અને તમે ધરાઇને ખાશો. આ વાનગીમાં તમને તલનો ઉપયોગ ન કરવો હોય તો પણ વાંધો નથી. પણ જો તમે તેમાં તલ ઉમેરશો તો આ ભાત વધુ સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનશે. શેકેલા કાજૂ તેમાં ઉમેરવાથી તે આ વાનગીને વધુ કરકરો સ્વાદ આપે છે. દક્ષિણ ભારતીયના પ્રખ્યાત શાક અવીઅલ અને કેબેજ પોરીયલ પણ તમે જરૂરથી અજમાવજો. Post A comment 17 Nov 2024 This recipe has been viewed 6001 times कोकोनट राइस | दक्षिण भारतीय नारियल चावल | इजी कोकोनट राइस | ताजा नारियल चावल | - हिन्दी में पढ़ें - Coconut Rice, South Indian Coconut Rice In Hindi coconut rice recipe | South Indian coconut rice | nariyal chawal | easy coconut rice Indian recipe | - Read in English Coconut Rice Video નાળિયેરના ભાત - Coconut Rice, South Indian Coconut Rice recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય ભાતભારતીય લંચ રેસિપીડબ્બા ટ્રીટસ્પારંપારિક ચોખાની વાનગીઓવેજ પુલાઓ, પુલાવની જાતો રેસીપીઝટ-પટ ચોખાની વાનગીઓભારતીય પાર્ટીના વ્યંજન તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૨ મિનિટ   કુલ સમય : ૨૭ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧/૨ કપ તાજું ખમણેલું નાળિયેર૨ ટેબલસ્પૂન તલ૧ ટીસ્પૂન ઘી૩ ટેબલસ્પૂન કાજૂના ટુકડા૨ ટીસ્પૂન તેલ૧ ટીસ્પૂન અડદની દાળ૧ ટીસ્પૂન ચણાની દાળ૧ ટીસ્પૂન રાઇ૧ ટીસ્પૂન જીરૂ૧ આખો લાલ કાશ્મીરી મરચો , ટુકડા કરેલો૭ to ૮ કડી પત્તા૧/૨ ટીસ્પૂન હીંગ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૨ ૧/૨ કપ રાંધેલા ભાત મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી Methodએક નાના પૅનને ગરમ કરી તેમાં તલ નાંખીને મધ્યમ તાપ પર તલને ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સૂકા શેકી લો.તે પછી તેને સંપૂર્ણ ઠંડા થવા દો.જ્યારે તે ઠંડા થઇ જાય, ત્યારે તેને મિક્સરમાં ફેરવી કરકરો પાવડર બનાવી બાજુ પર રાખો.એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં કાજૂ મેળવીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લીધા પછી કઢાઇમાંથી કાઢી બાજુ પર રાખો.એ જ કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ અને ચણાની દાળ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં રાઇ, જીરૂ, લાલ કાશ્મીરી મરચાં, કડી પત્તા અને હીંગ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં તૈયાર કરેલો તલનો પાવડર, લીલા મરચાં, ખમણેલું નાળિયેર, ભાત અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.કાજૂ વડે સજાવીને ગરમ-ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન