મગની દાળ અને પનીરના ચીલા - Moong Dal and Paneer Chila ( Healthy Snacks)

Moong Dal and Paneer Chila ( Healthy Snacks) recipe In Gujarati

This recipe has been viewed 1080 times



ચહા ના સમયે બિસ્કિટના વિકલ્પ તરીકે આ સરળ અને પૌષ્ટિક નાસ્તો અજમાવી જુઓ! આ બરોબર સ્વાદિષ્ટ, તંદૂરસ્તી ભર્યું અને ખુશ્બૂદાર નાસ્તો છે.

Moong Dal and Paneer Chila ( Healthy Snacks) recipe - How to make Moong Dal and Paneer Chila ( Healthy Snacks) in gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ચીલા માટે
મને બતાવો ચીલા

ઘટકો
૧/૨ કપ પીળી મગની દાળ , ૩ થી ૪ કલાક પલાળીને નીતારેલી
મીઠું , સ્વાદાનુસાર
એક ચપટીભર હીંગ
બે ચપટીભર સાકર
૧ ૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૮ ટેબલસ્પૂન ભૂક્કો કરેલું પનીર
૪ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ચાટ મસાલો
૧ ટેબલસ્પૂન ચણાનો લોટ (મરજીયાત)
૩ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટે
કાર્યવાહી
    Method
  1. મિક્સરમાં મગની દાળ અને થોડું પાણી મેળવી સુંવાળું પીસી લો.
  2. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં મીઠું, હીંગ, સાકર અને લીલા મરચાંની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, તેમાં ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડીને એક ચમચા જેટલું ખીરૂં સરખી રીતે પાથરી લગભગ ૧૨૫ મી. મી. (૫")ના વ્યાસનો ગોળાકાર બનાવી લો.
  4. તેની પર ૨ ટેબલસ્પૂન પનીર, ૧ ટેબલસ્પૂન કોથમીર અને ૧/૪ ટીસ્પૂન ચાટ મસાલો છાંટી, હળવે હાથે દબાવી મધ્યમ તાપ પર ૧/૨ ટીસ્પૂન તેલ વડે ચીલો બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
  5. આ જ પ્રમાણે રીત ક્રમાંક ૩ અને ૪ વડે બીજા ૩ ચીલા તૈયાર કરો.
  6. તરત જ પીરસો.
Nutrient values એક ચીલા માટે

ઊર્જા
૧૫૪ કૅલરી
પ્રોટીન
૧૨.૬ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૨૨.૮ ગ્રામ
ચરબી
૩.૬ ગ્રામ
વિટામીન-એ
૮૦૭.૫ માઇક્રોગ્રામ
કૅલ્શિયમ
૩૫૭.૩ મીલીગ્રામ

Reviews