શાહી આલૂ | Shahi Aloo, Mughlai Aloo Sabzi

શાહી આલૂ બનાવવામાં સહેલી છતાં શાહી વાનગી છે જે તમે કોઇ ખાસ જમણમાં પીરસી શકો. અહીં કાજૂ અને કીસમીસ તેને શાહી તો બનાવે જ છે, પણ સાથે તેના સ્વાદમાં પણ વધારો કરે છે. આ વાનગી કોઇ પણ રોટી અથવા પૂરી સાથે પીરસી શકો.

Shahi Aloo, Mughlai Aloo Sabzi recipe In Gujarati

This recipe has been viewed 5672 times



શાહી આલૂ - Shahi Aloo, Mughlai Aloo Sabzi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧૪ to ૧૬ બાફીને છોલેલા નાના બટાટા
૩ ટેબલસ્પૂન તેલ
૧ કપ ઝીણા સમારેલા ટમેટા
૩ ટેબલસ્પૂન દહીં
૧ ટીસ્પૂન મરચાં પાવડર
કાજૂ
૧ ટેબલસ્પૂન કીસમીસ
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧/૨ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને)
૨૫ મિલીમીટર (૧”)નો તજનો ટુકડો
એલચી
લવિંગ
કાળા મરી
૧ ટીસ્પૂન આખા ધાણા
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧ ટીસ્પૂન ખસખસ
૧૨ મિલીમીટર (૧/૨”) નો આદુનો ટુકડો
લસણની કળી
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. પછી તેમાં ટમેટા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ, વચ્ચે એક વખત હલાવીને ટમેટાને ચમચાના પાછળના ભાગ વડે દબાવી કચરીને, રાંધી લો.
  3. પછી તેમાં દહીં અને મરચાં પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં કાજૂ, કીસમીસ, કોથમીર, સાકર, મીઠું અને ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. છેલ્લે તેમાં બટેટા મેળવી સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
  6. ગરમ ગરમ પીરસો.

Reviews