વિગતવાર ફોટો સાથે લીમડાનો રસ ની રેસીપી
-
લીમડાના રસનો ઉપયોગ યુગોથી ઔષધીય ફાયદા માટે કરવામાં આવે છે. લીમડાના પાંદડાને તેના કડવા સ્વાદને કારણે મોટાભાગના લોકોને ચાવવું મુશ્કેલ લાગે છે. તેથી લીમડાનો રસ સારો વિકલ્પ છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભ છે ...
-
તે ચયાપચયને વેગ આપે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
-
તે એન્ટીબેક્ટેરિયલ ગુણો ધરાવે છે, જે મોં અને દાંતની સમસ્યાઓ જેવી કે દુર્ગંધ અને પેઢાંમાંથી લોહી નીકળવા માટે જાણીતી છે.
-
તેમાં ઐન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ પણ છે. તે સાંધામાં દુખાવો એટલે આર્થ્રાઇટિસની સારવારમાં મદદ કરે છે.
-
ડાયાબિટીસના દર્દીઓ દ્વારા મર્યાદિત માત્રામાં ખાવામાં આવે ત્યારે તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.
-
તે શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં મદદ કરે છે અને આમ શરીર ની સફાઇ પર અસર કરે છે.
-
લીમડાનો રસ વહેલી સવારે ખાલી પેટ પીવો શ્રેષ્ઠ છે. રસ પીધાના અડધા કલાક સુધી કંઈપણ ન ખાવાનું પણ સૂચન પણ કરવામાં આવે છે.
-
આ રેસીપીમાં, અમે ૩ નાના ગ્લાસ એટલે (૧ કપ) રસ બનાવ્યો છે જે ૩ લોકોને પીરસી શકે. લીમડાના રસની માત્રા પર વધારે પ્રતિબંધ ન હોવા છતાં, દૈનિક ધોરણે ૧/૪ કપ લીમડાનો રસ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
-
હા, લીમડાનો રસ થોડો કડવો છે. પરંતુ તેના સ્વાદને બદલી શકાય છે અને તે પણ એક હકીકત છે. પરંતુ તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે, તમે લીંબુના રસ અથવા આદુના રસના થોડા ટીપાં ઉમેરી શકો છો. જોકે તેમાં સાકર ના ઉમેરો. સાકરમાં ખાલી કેલરી છે. તે લીમડાના રસના સ્વાસ્થ્ય લાભો સામે પ્રતિકૂળ અસર કરે છે.
-
લીમડાના રસની રેસીપી બનાવવા માટે | હેલ્ધી લીમડાનો રસ | નીમ જ્યુસ ની રેસીપી | લીમડાનો રસ બનાવવાની રીત | neem juice in gujarati | પહેલા લીમડાના તાજા પાંદડા પસંદ કરો અને ખરીદો. ખાતરી કરો કે પાંદડા તાજા, ઘેરા લીલા રંગના હોય અને કોઈપણ કટ, ડાઘ અથવા ખોડખાપણથી મુક્ત હોય. દાંડી સાથે જોડાયેલા પાંદડા ખરીદવા વધુ સારું છે જેથી તેમની શેલ્ફ લાઇફ સારી રહે.
-
લીમડાનો રસ કાઢવા માટે પાંદડાને દાંડીથી અલગ કરો અને લગભગ ૧ કપ લીમડાના પાન લો.
-
શુધ્ધ અને સ્વચ્છ પાણી સાથે લીમડાના પાંદડાંને ધોઈ લો.
-
સ્ટ્રેનરનો ઉપયોગ કરીને પાણીને નીતારી લો અને પાણી કાઢી નાખો.
-
લીમડાનો રસ બનાવવા માટે લીમડાના પાનને મિક્સર જારમાં મૂકો.
-
લીમડાના પાનની માત્રામાં પાણી ઉમેરો. પીસવા માટે ૧ કપ પાણી ઉમેરો.
-
સુવાળું થાય ત્યાં સુધી મિક્સરમાં પીસી લો. લીલા લીમડાનો રસ પીસાયા પછી આ રીતે દેખાય છે.
-
લીમડાનો રસ ગ્લાસમાં નાખો અને તરત તરત પીરસો.
-
જો તમને લીમડાનો રસ ગમે છે, તો પરિવર્તન માટે અન્ય તંદુરસ્ત જ્યુસ જેવા કે પાલક અને ફુદીનાનો રસ, લાલ કેપ્સીસમ ગાજર અને સફરજનનો રસ અને સકરટેટી અને ફુદીનાનો રસનો રસ પણ અજમાવો.
-
લીમડાના પાંદડાને દાંડીથી અલગ કરો અને તેને કાઢી નાખવાનું યાદ રાખો, નહીં તો તેઓ રસને કડવો બનાવી શકે છે.
-
સ્ટ્રેનરનો ઉપયોગ ટાળવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા મિક્સરનો ઉપયોગ કરો.
-
લીમડાના રસના ફાયદા મેળવવા અને રંગ બદલીથી બચાવવા માટે તરત જ પીરસો.