મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર | Mutter Paneer Butter Masala

મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર | mutter paneer butter masala in gujarati | with amazing 35 images.

મટર પનીર બટર મસાલા રેસીપીમાં એક મસાલાની પેસ્ટ છે જેને બટરમાં સાંતળી લેવામાં આવે છે, તેને મસાલા પાવડર, ટેન્ગી ટમેટા, દૂધ, ક્રીમ અને અન્ય ઘટકો સાથે જોડવામાં આવે છે, જેનાથી સમૃદ્ધ ગ્રેવી બને છે, જે તમારા ઘટકોને બાંધે છે - મટર અને પનીર.

Mutter Paneer Butter Masala recipe In Gujarati

મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર - Mutter Paneer Butter Masala recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મટર પનીર બટર મસાલા બનાવા માટે
૩/૪ કપ બાફેલા લીલા વટાણા
૨ ૧/૨ કપ પનીરના ચોરસ ટુકડા
૨ ટેબલસ્પૂન માખણ
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧/૨ ટીસ્પૂન જીરા પાવડર
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલા
૧ ટીસ્પૂન કસુરી મેથી
૨ કપ તાજા ટમેટાનું પલ્પ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન મધ
૧/૪ કપ દૂધ
૧/૪ કપ તાજું ક્રીમ
૧ ટીસ્પૂન કોર્નફ્લોર ૨ ટેબલસ્પૂન પાણીથી ઓગાળી લો

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે
૧ કપ મોટા સમારેલા કાંદા
૨ ટેબલસ્પૂન કાજૂના ટુકડા
૫ to ૬ લસણ ની કડી
૨ ટીસ્પૂન મોટુ સમારેલુ આદુ

મટર પનીર બટર મસાલા સાથે પીરસવા માટે
નાન / પરાઠા
કાર્યવાહી
મટર પનીર બટર મસાલા બનાવા માટે

    મટર પનીર બટર મસાલા બનાવા માટે
  1. મટર પનીર બટર મસાલા બનાવા માટે, એક પહોળા નોન-સ્ટીક પેનમાં માખણ ગરમ કરો, તૈયાર પેસ્ટ નાંખો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ માટે રાંધી લો.
  2. તેમાં લાલ મરચાંનો પાવડર, જીરા પાવડર, ગરમ મસાલા, કસુરી મેથી અને ૧ કપ પાણી નાખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.
  3. તાજા ટમેટાનો પલ્પ અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરી લો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ માટે રાંધી લો.
  4. મધ, દૂધ અને તાજું ક્રીમ ઉમેરો, બરાબર મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ માટે રાંધી લો.
  5. કોર્નફ્લોર-પાણી ઉમેરો, બરાબર મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ મિનિટ માટે રાંધી લો.
  6. લીલા વટાણા અને પનીર નાંખો, બરાબર મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ માટે રાંધી લો.
  7. મટર પનીર બટર મસાલાને નાન અથવા પરાઠા સાથે ગરમા ગરમ પીરસો.

Reviews