ચોકલેટ ચીઝ પરોઠા ની રેસીપી | Chocolate Cheese Paratha

એક અલગ જ પ્રકારનું સંયોજન ચીઝ અને ચોકલેટનું. આ બે વસ્તુઓ અરસપરસ મેળવીને એવા પરોઠા તૈયાર થાય છે, જેમાં ચોકલેટના ઉત્કટ ગુણ અને ચીઝ વડે પરોઠાનો અંદરનો ભાગ નરમ રહે છે.

ખાસ યાદ રાખશો કે આ ચોકલેટ ચીઝ પરોઠા બની જાય કે તરત જ પીરસવાના છે જેથી તમે તેનો સ્વાદ અને તેની લહેજત એક એક કોળિયે માણી શકો. જો તમે તેને થોડો સમય પણ રાખી મૂકશો તો ચીઝ ચીકટ હોવાથી પરોઠા ખાવાના બદલે ચાવવા પડશે.

Chocolate Cheese Paratha recipe In Gujarati

This recipe has been viewed 4053 times

Chocolate Cheese Paratha - Read in English 


ચોકલેટ ચીઝ પરોઠા ની રેસીપી - Chocolate Cheese Paratha recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

પૂરણ માટે
૩/૪ કપ ખમણેલી ડાર્ક ચોકલેટ
૫ ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ

કણિક માટે
૧/૨ કપ ઘઉંનો લોટ
એક ચપટીભર મીઠું

અન્ય વસ્તુઓ
ઘઉંનો લોટ , વણવા માટે
૨ ટીસ્પૂન ઘી , રાંધવા માટે
કાર્યવાહી
    Method
  1. પૂરણ માટે
  2. ૧. એક ઊંડા બાઉલમાં ડાર્ક ચોકલેટ અને ચીઝ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. ૨. આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

કણિક માટે

    કણિક માટે
  1. એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ અને મીઠું મેળવી તેમાં જરૂરી પાણી ઉમેરી નરમ કણિક તૈયાર કરી તેના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. કણિકના એક ભાગને ૧૦૦ મી. મી. (૪”)ના વ્યાસના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લો.
  2. આ વણેલા ભાગની મધ્યમાં તૈયાર કરેલા પૂરણનો એક ભાગ મૂકી તેની દરેક બાજુઓ મધ્યમાં વાળીને ભેગી કરીને બંધ કરી લીધા પછી તેને ઉપરથી હાથ વડે થાપીને થોડું ચપટું બનાવી લો.
  3. તે પછી તેને ફરીથી ૧૨૫ મી. મી. (૫”)ના વ્યાસના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લો.
  4. હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર તૈયાર કરેલા પરોઠાને ૧/૨ ટીસ્પૂન ઘી વડે મધ્યમ તાપ પર પરોઠા પર બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન ધબ્બા દેખાય ત્યાં સુધી શેકી લો.
  5. રીત ક્રમાંક ૧ થી ૪ મુજબ બીજા ૩ પરોઠા તૈયાર કરો.
  6. તરત જ પીરસો.

Reviews