You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > સૂકા નાસ્તા > બેક્ડ નાચનીની સેવ ની રેસીપી બેક્ડ નાચનીની સેવ ની રેસીપી | Baked Nachni Sev તરલા દલાલ નાચનીમાં લોહતત્વ બહુ સારા પ્રમાણમાં હોય છે, જેથી તેની રોટી બનાવવી એક સરસ વિચાર ગણી શકાય, પણ વારંવાર નાચનીની રોટી ખાઇને કંટાળો તો જરૂર આવે. જેથી અહીં અમે આ નાચનીનો પૌષ્ટિક ગુણ નજર સામે રાખી ઘણા વિચાર પછી જમણમાં તેનો ઉપયોગ જુદી રીતે કેમ કરવો તે રજૂ કર્યું છે. જીભને સ્વાદિષ્ટ લાગે તથા લોહતત્વના લીધે એનેમિયાને દૂર રાખે એવી છે આ બેક્ડ નાચની સેવની વાનગી. નાચનીની નરમ કણિકમાં મસાલા પાવડર, લીંબુનો રસ વગેરે મેળવીને સેવ બનાવવાના સંચા વડે તૈયાર થતી આ સેવ ફક્ત અડધા કલાકમાં બેક કરી શકાય છે. આ મજેદાર સેવને હવાબંધ બરણીમાં ભરીને જ્યારે સાંજના નાસ્તામાં કંઇક ખાવાની ઇચ્છા થાય ત્યારે ખાઇને આનંદ માણો. Post A comment 19 Jun 2023 This recipe has been viewed 5054 times बेक्ड नाचनी सेव रेसिपी | रागी आटे की सेव | हेल्दी लाल बाजरा बेक्ड नूडल्स स्नैक | वीगन नाचनी सेव | बेक्ड नाचनी सेव रेसिपी हिंदी में | - हिन्दी में पढ़ें - Baked Nachni Sev In Hindi baked nachni sev recipe | ragi flour sev | healthy red millet baked noodles snack | vegan nachni sev | - Read in English બેક્ડ નાચનીની સેવ ની રેસીપી - Baked Nachni Sev recipe in Gujarati Tags મહારાષ્ટ્રીયન અલ્પાહાર | મહારાષ્ટ્રીયન નાસ્તો વાનગીઓ |બેક્ડ નાસ્તા રેસીપીશાળા સમયના નાસ્તાની રેસિપીભારતીય જાર નાસ્તાની વાનગીઓસાંજની ચહા સાથેના નાસ્તાહાઇ ટી પાર્ટીઅવન તૈયારીનો સમય: ૫ મિનિટ   બેકીંગનું તાપમાન: २००° સે (४००° ફે)   બેકીંગનો સમય: ૨૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૩૦ મિનિટ    ૧.૨૫ કપ માટે મને બતાવો કપ ઘટકો ૧ કપ નાચનીનો લોટ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર૧/૪ ટીસ્પૂન હળદર૧/૪ ટીસ્પૂન હીંગ૨ ટીસ્પૂન લીંબુનો રસ૧/૪ ટીસ્પૂન લસણની પેસ્ટ૨ ટીસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે લગભગ ૫ ટેબલસ્પૂન પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.આ કણિકને ગોળ નળાકારમાં વાળી સેવ બનાવવાના સાધનમાં મૂકીને બહારથી દબાવીને તેલ ચોપડેલી બેકીંગ ટ્રે પર ઝીણી સેવ બનાવીને મૂકો.હવે આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦૦ સે (૪૦૦૦ ફે) તાપમાન પર આ ટ્રે મૂકી ૨૦ મિનિટ સુધી બેક કરી લો. પહેલી ૭ મિનિટ પછી સેવને ઉથલાવી લો. તે પછી દરેક ૩ મિનિટના અંતરે ઉથલાતા રહી સેવના ટુકડા કરતા રહી બેક કરી લો.સેવને ઠંડી પાડી હવા બંધ બરણીમાં ભરી લો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન