પીઝા રોટલા, પીઝાના રોટલાની કણિક બનાવવાની રીત | Basic Pizza Base, How To Make Basic Pizza Base Recipe

આજે દુનિયાના દરેક દેશમાં પીઝા અતિ પ્રખ્યાત થઇ ગયા છે. બહાર હોટલમાં પીઝા ખાવા સગવડરૂપ થયા છે, છતાં ક્યારેક ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે તમે તમારી મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવો છો, અને તમારી રૂચિ પ્રમાણે તેનું ટોપીંગ અને સૉસની સાથે જોઇએ તે પ્રમાણે ચીઝનો ઉપયોગ કરી શકો છો. જો કે આજકાલ બજારમાં પીઝાના રોટલા તૈયાર મળે છે, છતાં ઘરે બનાવેલા પીઝાના રોટલાનો તાજો સ્વાદ અને તેની બનાવટ બજારમાં મળતા રોટલાથી અલગ જ હોય છે અને વધુમાં, તેને બનાવવામાં પણ બહુ મહેનત નથી લાગતી. તમે તેને સહેલાઇથી ઘરે બનાવી શકો છો અને તેની રીત આ પીઝા રોટલાની વાનગીમાં બતાવવામાં આવી છે.

Basic Pizza Base, How To Make Basic Pizza Base Recipe In Gujarati

પીઝા રોટલા, પીઝાના રોટલાની કણિક બનાવવાની રીત - Basic Pizza Base, How To Make Basic Pizza Base Recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન: ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય:  ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩પીઝા રોટલા માટે
મને બતાવો પીઝા રોટલા

ઘટકો
૨ કપ મેંદો
૧ ટીસ્પૂન સૂકું ખમીર
૧ ટેબલસ્પૂન જેતૂનનું તેલ
૧ ટીસ્પૂન સાકર
મીઠું, સ્વાદાનુસાર
મેંદો, વણવા માટે
જેતૂનનું તેલ , ગુંદવા માટે
કાર્યવાહી
    Method
  1. ૨ ટેબલસ્પૂન હુંફાળું પાણી અને સૂકું ખમીર એક નાના બાઉલમાં મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. તેને ઢાંકીને ૫ મિનિટ માટે બાજુ પર રાખો.
  3. એક ઊંડા બાઉલમાં મેંદો, ખમીર-પાણીનું મિશ્રણ, જેતૂનનું તેલ, સાકર અને મીઠું મેળવી જરૂરી પાણી સાથે સુંવાળી કણિક તૈયાર કરો.
  4. આ કણિકને મલમલના કપડા વડે ઢાંકી ૧ કલાક માટે બાજુ પર રાખો.
  5. તે પછી કણિકને હલકા હાથે ગુંદી લો જેથી તેમાં રહેલી હવા નીકળી જાય, તે પછી તેના ૩ સરખા ભાગ પાડો.
  6. દરેક ભાગને, ૧૭૫ મી. મી. (૭”)ના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લીધા પછી તેની પર ફોર્ક વડે સરખી રીતે કાપા પાડો.
  7. આમ તૈયાર થયેલા ૩ રોટલાને બેકિંગ ટ્રે પર ગોઠવી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૫ મિનિટ સુધી બેક કરી લો.

Reviews

પીઝા રોટલા, પીઝાના રોટલાની કણિક બનાવવાની રીત
 on 01 Jul 17 04:06 PM
5