You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી શાક > જેકફ્રૂટ કોફતા કરી | કથલ કોફતા કરી જેકફ્રૂટ કોફતા કરી | કથલ કોફતા કરી | Jackfruit Kofta Curry, Kathal Kofta Curry તરલા દલાલ જેકફ્રૂટ કોફતા કરી | કથલ કોફતા કરી | jackfruit kofta curry recipe in gujarati. જ્યારે જેકફ્રૂટની મોસમ હોય છે, ત્યારે દરેક જણ ફળ લેવા માટે આવે છે, કાચો જેકફ્રૂટ એક ગામઠી સ્વાદ ધરાવે છે, ને જો યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં આવે તો તે ઘણી આશ્ચર્યજનક વાનગીઓને જન્મ આપે છે. જ્યારે ઘણા લોકો કઠાલનો ઉપયોગ કરી શાક બનાવે છે, અમે તમને બીજી પસંદગી આપીએ છીએ - જેકફ્રૂટ કોફતા કરી. Post A comment 15 Apr 2021 This recipe has been viewed 4308 times jackfruit kofta curry recipe | Indian style kathal kofta curry | kathal ke kofte | raw jackfruit kofta curry | - Read in English જેકફ્રૂટ કોફતા કરી | કથલ કોફતા કરી - Jackfruit Kofta Curry, Kathal Kofta Curry recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી સબ્જી રેસીપીગ્રેવીવાળા શાકપારંપારીક ભારતીય શાકભારતીય પાર્ટીના વ્યંજનનૉન-સ્ટીક પૅનનૉન-સ્ટીક કઢાઇ તૈયારીનો સમય: ૨૫ મિનિટ   બનાવવાનો સમય: ૫૦ મિનિટ   કુલ સમય : ૭૫1 કલાક 15 મિનિટ    ૬ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો જેકફ્રૂટ કોફતા માટે૩ કપ સમારીને બી કાઢેલું ફણસ૧/૨ કપ બેસન૧ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ૨ ટીસ્પૂન બારીક સમારેલુ આદુ મીઠું , સ્વાદાનુસાર તેલ , તળવા માટેઅન્ય સામગ્રી૨ ટેબલસ્પૂન તેલ૧ કપ સમારેલા કાંદા૧ ટીસ્પૂન ધાણા પાવડર૨ ટેબલસ્પૂન લાલ મરચું પાવડર૧ ટીસ્પૂન ગરમ મસાલા૧/૪ ટીસ્પૂન હળદર૧ કપ સમારેલા ટામેટાં મીઠું , સ્વાદાનુસાર૧/૨ કપ જેરી લીધેલી દહીં૧ ટેબલસ્પૂન સમારેલી કોથમીરસજાવવા માટે૧ ટેબલસ્પૂન સમારેલી કોથમીર કાર્યવાહી જેકફ્રૂટ કોફતા બનાવવા માટેજેકફ્રૂટ કોફતા બનાવવા માટેએક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માં પૂરતું પાણી ગરમ કરો. ફણસ અને મીઠું નાંખો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ આંચ પર ૧૬ મિનિટ સુધી અથવા તેઓ નરમ પડવા સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.ગાળણીનો ઉપયોગ કરીને ગાળી લો.ફણસને એક ઊંડા બાઉલમાં નાખો અને બટાટા મશરની મદદથી તેને મેશ કરો.તેમાં બેસન, લીલા મરચાની પેસ્ટ, આદુ અને મીઠું નાંખો અને ખૂબ સારી રીતે મિક્સ કરી કણક તૈયાર કરી લો.કણકને ૧૪ સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગના નાના ગોળાકાર બોલ બનાવો.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં થોડા-થોડા કોફતા નાંખીને તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને બાજુ પર રાખો.તળ્યા પછી કોફતાને નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.આગળની રીતઆગળની રીતએક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં કાંદા નાખો અને મધ્યમ આંચ પર ૬ મિનિટ માટે સાંતળી લોધાણા પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા અને હળદર નાખી મધ્યમ આંચ પર ૧ મિનિટ સાંતળી લો.ટામેટાં અને મીઠું નાંખો, સારી રીતે મિક્સ દો અને મધ્યમ આંચ પર ૩ મિનિટ માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તેમાં ૩/૪ કપ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ૫ મિનિટ માટે મધ્યમ આંચ પર રાંધી લો અને ચમચાના પાછળના ભાગની મદદથી થોડું મેશ કરો.આંચને બધં કરી દો, તેને થોડુંક ઠંડુ કરી, સુવાળુ થવા સુધી મિક્સરમાં પીસી લો.હવે વાપરેલા નોન-સ્ટીક પેનમાં મિશ્રણને નાખો, તેમાં ૧/૨ કપ પાણી અને દહીં ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ધીમી આંચ પર સતત હલાવતા ૧ મિનિટ માટે રાંધી લો.તૈયાર જેકફ્રૂટ કોફતા અને કોથમીર નાખી, હલકે હાથે મિક્સ કરો, ઢાંકણથી ઢાંકી મધ્યમ આંચ પર ૨ મિનિટ માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.કોથમીર વડે સજાવી ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન