રસમ એક દક્ષિણ ભારતીય એવી વાનગી છે જે ઘરે સહેલાઇથી બનાવી શકાય છે, ભલે પછી તે દુનીયાના કોઇપણ ઠેકાણે એકલા રહેતા કુંવારા લોકો હોય કે પછી રજા પરથી પાછા ફરેલો કુંટુંબ હોય, કે પછી ઓફીસેથી થાકીને આવેલા લોકો હોય પણ રસમની તીખી મસાલેદાર ખુશ્બુ તમારા રસોડામાંથી પ્રસરી તમારા હ્રદય સુધી જરૂરથી પહોચી જશે.

તેની તીખી મસાલેદાર સુંગધ તમારી શરદીને જરૂર ઓછી કરી દેશે અને બેચેન મનને શાંત પાડી દેશે. પરદેશમાં ભારતીય રેસ્ટોરંટમાં તો તેને ભારતીય સૂપ તરીકેની પ્રખ્યાતી મળી ગઇ છે. રસમ બનાવવાની આ પારંપારિક રીતમાં ખાસ તૈયાર કરેલો પાવડર, આમલી, ટમેટા અને દાળ મેળવી અંતમાં તેમાં એક ખુશ્બુદાર વઘાર મેળવવામાં આવે છે, જે ઘરની દરેક વ્યક્તિને તરત જ રસોડા તરફ ખેચી લાવશે.

વિભિન્ન રસમની રેસીપી પણ જેમ લસણવાળું રસમ અને જીરા-મરીવાળું રસમ .

Rasam, Tomato Rasam recipe In Gujarati

This recipe has been viewed 8976 times



રસમ - Rasam, Tomato Rasam recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

રસમ પાવડર માટે
૧ ટીસ્પૂન આખા ધાણા
આખા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
૫ to ૬ કાળા મરી
૧ ટીસ્પૂન તુવરની દાળ
૧/૨ ટીસ્પૂન ચણાની દાળ
એક ચપટીભર જીરૂ

બીજી જરૂરી વસ્તુઓ
૨ ટેબલસ્પૂન તુવરની દાળ
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ કપ આમલીનું પલ્પ
એક ચપટીભર હળદર
એક ચપટીભર હીંગ
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન ઘી
૧/૪ ટીસ્પૂન રાઇ
૬ to ૭ કડી પત્તા
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
રસમ પાવડર માટે

    રસમ પાવડર માટે
  1. એક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં બધી વસ્તુઓ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળીને ઠંડી થવા બાજુ પર રાખો.
  2. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થાય, ત્યારે તેને મિક્સરમાં ફેરવી સુંવાળું પાવડર બનાવી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક પ્રેશર કુકરમાં તુવરની દાળ અને ૧ કપ પાણી મેળવીને કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  2. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવો દો.
  3. આ દાળમાં હેન્ડ બ્લેન્ડર (hand blender) ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
  4. તે પછી તેમાં તૈયાર કરેલો રસમ પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  5. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ટમેટા, આમલીનું પલ્પ, હળદર, હીંગ, મીઠું અને ૩ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. હવે તેમાં તૈયાર કરેલો દાળ-રસમ પાવડરનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.
  7. હવે વઘાર તૈયાર કરવા માટે, એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં રાઇ અને કડી પત્તા મેળવો.
  8. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે આ વઘારને તૈયાર કરેલા રસમ પર રેડી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  9. તેમાં કોથમીર મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
  10. ગરમ-ગરમ પીરસો.

Reviews