ફૂલકોબીના પાન અને મિક્સ કઠોળની ટીક્કી ની રેસીપી | Cauliflower Greens Mixed Sprouts Tikki

ફૂલકોબીના લીલા પાનનો ઉપયોગ વાનગીમાં કરવાથી શરીરમાં હેમોગ્લોબીનનું પ્રમાણ વધે છે. સામાન્ય રીતે લોકો તેનો ઉપયોગ નથી કરતા પણ યાદ રહે કે તેમાં લોહતત્વનું સારૂ પ્રમાણ રહેલું છે અને તે જે વાનગીમાં મેળવવામાં આવે તેને સ્વાદિષ્ટ બનાવે છે જેનો અનુભવ તમને આ ફૂલકોબીના પાન અને મિક્સ કઠોળની ટીક્કીમાં થઇ જશે.

બનાવવામાં બહુ સરળ અને સ્વાદિષ્ટ આ ટીક્કીમાં મિક્સ કઠોળ ઉમેરવાથી લોહ, પ્રોટીન અને કેલ્શિયમ મળી રહે છે અને સાથે તે ટીક્કીને બાંધવામાં મદદરૂપ પણ થાય છે.

અહીં યાદ રાખવાનું છે કે મિક્સ કઠોળને બાફી લીધા પછી તેનું સંપૂર્ણ પાણી કાઢી લેવું નહીં તો ટીક્કી બરોબર બંધાશે નહીં.

Cauliflower Greens Mixed Sprouts Tikki recipe In Gujarati

ફૂલકોબીના પાન અને મિક્સ કઠોળની ટીક્કી ની રેસીપી - Cauliflower Greens Mixed Sprouts Tikki recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩૦ ટીક્કી માટે
મને બતાવો ટીક્કી

ઘટકો

ફૂલકોબીના પાન અને મિક્સ કઠોળની ટીક્કી ની રેસીપી બનાવવા માટે
૧ કપ ઝીણી સમારેલા ફૂલકોબીના પાન
૩/૪ કપ બાફીને છૂંદેલા મિક્સ કઠોળ
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન ધાણા પાવડર
૧/૨ ટીસ્પૂન જીરા પાવડર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે
૧ ટીસ્પૂન તેલ , રાંધવા માટે

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. ફૂલકોબીના પાન અને મિક્સ કઠોળની ટીક્કી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, હાં વડે મિક્સ કરી લો.
  2. આ મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી લો.
  3. દરેક ભાગને રોલ કરી ૫૦ મી. મી. (૨")ના વ્યાસના ગોળાકાર વાળી ચપટી ટીક્કી બનાવી લો.
  4. હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧ ટીસ્પૂન તેલ ચોપડી લીધા પછી તેની પર બધી ટીક્કીઓ ગોઠવીને ૧ ટીસ્પૂન તેલ વડે ટીક્કી બન્ને બાજુએની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી ને.
  5. લીલી ચટણી સાથે તરત જ પીરસો.

Reviews