પનીર પસંદા | પનીર પસંદા સબ્જી રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પસંદા | પંજાબી સબ્જી પનીર પસંદા | Paneer Pasanda Sabzi, Restaurant Style Paneer Pasanda

પનીર પસંદા | પનીર પસંદા સબ્જી રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પસંદા | પંજાબી સબ્જી પનીર પસંદા | paneer pasanda sabzi in Gujarati | with 30 amazing images.

આ ભારતીય પનીરની વાનગીમાં ખાસ મહત્વનો ભાગ છે તેમાં વપરાયેલી બે પ્રકારની કાંદાની પેસ્ટ. પહેલી પેસ્ટમાં રાંધેલા કાંદાની સાથે કાજૂ છે જે પનીર પસંદાને મલાઇદાર બનાવે છે, જ્યારે બીજી પેસ્ટમાં બ્રાઉન કાંદા તેને શાહી, તીવ્ર સ્વાદવાળું અને સુગંધી બનાવે છે. આ વાનગી પાર્ટીમાં પીરસી શકાય એવી છે.

તે ઉપરાંત આ પનીર પસંદા દરેક પ્રકારની રોટી અથવા પરોઠા સાથે કે પછી ખાસ સૌમ્ય સુવાસવાળા ભાત સાથે પણ પીરસી શકાય છે.

Paneer Pasanda Sabzi, Restaurant Style Paneer Pasanda recipe In Gujarati

This recipe has been viewed 3699 times


પનીર પસંદા - Paneer Pasanda Sabzi, Restaurant Style Paneer Pasanda recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ से માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

પનીર પસંદાની રેસીપી બનાવવા માટે
૩૦ પનીર ના ત્રિકોણ
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
૧ કપ જેરી લીધેલું દહીં
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

કાંદા-કાજૂની પેસ્ટ માટે
૧ કપ મોટા સમારેલા કાંદા
લસણની કળી
નાનો આદૂનો ટુકડો
૨ ટેબલસ્પૂન ટુકડા કરેલા કાજૂ

બ્રાઉન કાંદાની પેસ્ટ માટે
૧ ૧/૨ કપ સ્લાઇસ કરેલા કાંદા
તેલ , તળવા માટે

મિક્સ કરી પૂરણ બનાવો
૧/૨ કપ ભૂક્કો કરેલું પનીર
૧ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
૧ ટેબલસ્પૂન બારીક સમારેલા ફૂદીનાના પાન
૧ ટેબલસ્પૂન સમારેલી કિસમિસ
૧ ટેબલસ્પૂન સમારેલા કાજૂ
૧/૨ ટીસ્પૂન આદુ ની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન લસણ ની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન લીલા મરચા ની પેસ્ટ
મીઠું, સ્વાદાનુસાર

કોર્નફ્લોર-પાણીને મેળવી મિશ્રણ તૈયાર કરો
૧/૨ કપ કોર્નફ્લોર
૧/૪ કપ પાણી
મીઠું, સ્વાદાનુસાર

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન તાજી સમારેલી કોથમીર
કાર્યવાહી
કાંદા-કાજૂની પેસ્ટ માટે

  કાંદા-કાજૂની પેસ્ટ માટે
 1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં કાંદાની સાથે ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ થી ૬ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી તેને સંપૂર્ણ ઠંડા થવા માટે બાજુ પર રાખો.
 2. કાંદા જ્યારે સંપૂર્ણ ઠંડા થઇ જાય ત્યારે તેની સાથે લસણ, આદૂ અને કાજૂ મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.

બ્રાઉન કાંદાની પેસ્ટ માટે

  બ્રાઉન કાંદાની પેસ્ટ માટે
 1. એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
 2. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી સંપૂર્ણ ઠંડા થવા બાજુ પર રાખો.
 3. જ્યારે તે ઠંડા થઇ જાય, ત્યારે તેને ૧/૪ કપ પાણી સાથે મિક્સ કરી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.

પનીર ના પૂરણ માટે

  પનીર ના પૂરણ માટે
 1. પૂરણને ૧૫ સમાન ભાગોમાં વહેંચો.
 2. સ્વચ્છ સપાટી પર ૧૫ ત્રિકોણ મૂકો, પૂરણનો એક ભાગ દરેક ત્રિકોણમાં મૂકો અને તેને સમાનરૂપે ફેલાવો. તેને બાકીના ૧૫ ત્રિકોણથી કવર કરી ને ધીમેથી દબાવો.
 3. સ્ટફ્ડ પનીર ત્રિકોણને કોર્નફ્લોર--પાણી ના મિશ્રણમાં ડૂબવો અને તેને ગરમ તેલમાં કાળજીપૂર્વક મૂકો. તમે એક સમયે ૫ થી ૬ ત્રિકોણ તળી શકો છો. જ્યાં સુધી તે બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગના ન થાય ત્યાં સુધી તળી ને કાડી લો અને બાજુ માં રાખો.

પનીર પસંદાની રેસીપી બનાવવા માટે આગળની રીત

  પનીર પસંદાની રેસીપી બનાવવા માટે આગળની રીત
 1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા-કાજૂની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 2. તે પછી તેમાં મરચાં પાવડર અને ગરમ મસાલો મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
 3. હવે તાપ ઓછો કરી, તેમાં દહીં મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
 4. તે પછી તેમાં બ્રાઉન કાંદાની પેસ્ટ, મીઠું અને ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 5. છેલ્લે તેમાં સ્ટફ્ડ પનીર ના ત્રિકોણ મેળવી હળવા હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
 6. પનીર પસંદાને કોથમીર વડે સજાવીને નાન, પરાઠા અને જીરા રાઇસ સાથે ગરમા ગરમ પીરસો.
વિગતવાર ફોટો સાથે પનીર પસંદા ની રેસીપી

પનીર પસંદાના પનીર ત્રિકોણ માટે પૂરણ

 1. જો તમને પનીર પસંદા સબ્જી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પસંદા | પંજાબી સબ્જી પનીર પસંદા | પનીર પસંદા | paneer pasanda sabzi in Gujarati | ગમે તો, નીચે આપેલી સમાન વાનગીઓની યાદી જોઓ:
 2. સ્ટફ્ડ પનીર ત્રિકોણ માટે, તમારા હાથનો ઉપયોગ કરીને પ્લેટમાં પનીરનો ભૂક્કો કરો.
 3. બારીક સમારેલી કોથમીર ઉમેરો.
 4. ફુદીનાના પાન ઉમેરો.
 5. કિસમિસ ઉમેરો.
 6. કાજુ ઉમેરો.
 7. આદુની પેસ્ટ ઉમેરો.
 8. લસણની પેસ્ટ ઉમેરો.
 9. લીલા મરચાની પેસ્ટ ઉમેરો. તમે તમારા મસાલાના સ્તર અનુસાર માત્રાને વધારી ધટાડી શકો છો.
 10. મીઠું ઉમેરો.
 11. સારી રીતે મિક્સ કરો અને બાજુ પર રાખો.
 12. આગળ, ચિત્રમાં બતાવ્યા પ્રમાણે પનીરને ત્રિકોણમાં કાપો.
 13. તૈયાર કરેલા પૂરણનો એક ભાગ દરેક ત્રિકોણમાં મૂકો અને તેને સમાનરૂપે ફેલાવો.
 14. તેને બાકીના ૧૫ ત્રિકોણથી ઢાંકી દો અને તેને હળવેથી દબાવો.
 15. સ્ટફ્ડ પનીર ત્રિકોણને કોર્નફ્લોર-પાણીના મિશ્રણમાં ડુબાડીને ગરમ તેલમાં કાળજીપૂર્વક મૂકો. તમે એક સમયે ૫ થી ૬ ત્રિકોણ તળી શકો છો.
 16. બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગના ન થાય ત્યાં સુધી તળી લો.
 17. કાઢીને એક બાજુ રાખો. અમારા સ્ટફ્ડ પનીર ત્રિકોણ તૈયાર છે !!

કાંદા-કાજૂની પેસ્ટ બનાવવા માટે

 1. પનીર પસંદા માટે કાંદા-કાજૂની પેસ્ટ બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં કાંદા લો.
 2. ૧ કપ પાણી ઉમેરો.
 3. સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ થી ૬ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધો. એક બાજુ રાખો અને સંપૂર્ણપણે ઠંડુ કરો.
 4. એકવાર ઠંડુ થાય એટલે કાંદાનું મિશ્રણ, લસણ, આદુ અને કાજુ મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.

બ્રાઉન કાંદાની પેસ્ટ બનાવવા માટે

 1. પનીર પસંદા સબ્જી માટે બ્રાઉન કાંદાની પેસ્ટ બનાવવા માટે | પનીર પસંદા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પસંદા | પંજાબી સબ્જી પનીર પસંદા | paneer pasanda sabzi in Gujarati | એક ઊંડા નોન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો.
 2. કાંદાને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
 3. એક ટીશ્યુ પેપર પર કાઢી લો અને સંપૂર્ણપણે ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
 4. એકવાર ઠંડુ થઈ જાય પછી, તેને ૧/૪ કપ પાણીનો ઉપયોગ કરીને મિક્સરમાં પીસી લો.
 5. સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.

કોર્નફ્લોર-પાણીને મેળવી મિશ્રણ તૈયાર કરવા

 1. પનીર પસંદા સબ્જી માટે કોર્નફ્લોર-પાણીને મેળવી મિશ્રણ તૈયાર કરવા | પનીર પસંદા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પસંદા | પંજાબી સબ્જી પનીર પસંદા | paneer pasanda sabzi in Gujarati | એક ઊંડા બાઉલમાં કોર્નફ્લોર લો.
 2. પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને બાજુ પર રાખો.

પનીર પસંદાની રેસીપી બનાવવા માટે આગળની રીત

 1. પનીર પસંદાની રેસીપી | પનીર પસંદા સબ્જી રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પસંદા | પંજાબી સબ્જી પનીર પસંદા | paneer pasanda sabzi in Gujarati | બનાવવા માટે આગળની રીત, એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો.
 2. કાંદા-કાજૂની પેસ્ટ ઉમેરો.
 3. સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 4. મરચાંની પાવડર ઉમેરો. તમારી પસંદગી અનુસાર મસાલાની માત્રા ગોઠવો.
 5. ગરમ મસાલો ઉમેરો.
 6. સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
 7. હવે તાપ ઓછો કરી, તેમાં દહીં ઉમેરો.
 8. સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
 9. બ્રાઉન કાંદાની પેસ્ટ ઉમેરો.
 10. મીઠું અને ૧/૪ કપ પાણી ઉમેરો.
 11. સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 12. સ્ટફ્ડ પનીરના ત્રિકોણ ઉમેરો.
 13. હળવા હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
 14. કોથમીરથી પનીર પસંદાને | પનીર પસંદા સબ્જી રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પસંદા | પંજાબી સબ્જી પનીર પસંદા | paneer pasanda sabzi in Gujarati | ગાર્નિશ કરો.
 15. તવા નાન, પરાઠા અને જીરા રાઇસ સાથે પનીર પસંદાને | પનીર પસંદા સબ્જી રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પસંદા | પંજાબી સબ્જી પનીર પસંદા | paneer pasanda sabzi in Gujarati | ગરમા ગરમ પીરસો.

Reviews