You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > ચોકલેટ ડૅઝર્ટસ્ > ચોકલેટ ડૅઝર્ટસ્ > ક્રીસ્પી ચોકલેટ બોલ્સ્ ની રેસીપી ક્રીસ્પી ચોકલેટ બોલ્સ ની રેસીપી | ચોકલેટ બોલ્સ | વેલેન્ટાઇન ડે ચોકલેટ ડેઝર્ટ | Crispy Chocolate Balls તરલા દલાલ ક્રીસ્પી ચોકલેટ બોલ્સ ની રેસીપી | ચોકલેટ બોલ્સ | વેલેન્ટાઇન ડે ચોકલેટ ડેઝર્ટ | Crispy Chocolate Balls in Gujarati.તમારા નાના બાળકોને ઘેર બનાવેલા ચોકલેટ બોલ્સ નો સ્વાદ ચખાડો. આ ક્રીસ્પી ચોકલેટ બોલ્સ માં મમરા અને મારી બિસ્કીટ સાથે તેને સ્વાદિષ્ટ અને મનપસંદ બનાવવા તેમાં જામ અને ચોકલેટ મેળવવામાં આવ્યા છે. રંગીન વર્મિસેલી તેને એવા આકર્ષક બનાવે છે કે બાળકો તરત જ ખાવા લલચાશે. બાળકોને કેળા અને અખરોટના મફિન અને હોમ-મેડ સિનેમન રોલ પણ પસંદ આવશે. Post A comment 31 Jan 2019 This recipe has been viewed 4147 times Crispy Chocolate Balls - Read in English ક્રીસ્પી ચોકલેટ બોલ્સ્ ની રેસીપી - Crispy Chocolate Balls recipe in Gujarati Tags ચોકલેટ ડૅઝર્ટસ્બાળ દીવસભારતીય ઝટપટ મીઠાઈ રેસીપીબાળકો માટે મીઠી વાનગીઓફીંગર ફૂડસ્ બાળકો માટેજન્મદિવસની પાર્ટી પર બાળકો માટે રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૬ મિનિટ   કુલ સમય : ૧૬ મિનિટ    ૧૫ બોલ્સ્ માટે મને બતાવો બોલ્સ્ ઘટકો મમરાના મિશ્રણ માટે૩/૪ કપ ભૂક્કો કરેલા મારી બિસ્કીટ૧ કપ કુરમુરા૫ ટેબલસ્પૂન ડેસિકેટેડ નાળિયેરબીજી જરૂરી વસ્તુઓ૩ ટેબલસ્પૂન અનેનાસનો જામ૧ કપ સમારેલી મીલ્ક ચોકલેટ૧/૨ કપ રંગીન વર્મિસેલી કાર્યવાહી Methodક્રીસ્પી ચોકલેટ બોલ્સ્એ ની રેસીપી બનાવવા માટે, એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં બિસ્કીટ અને મમરા સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી શેકી લો.તેને તાપ પરથી નીચે ઉતારી બીજા એક મિક્સ કરવા માટેના બાઉલમાં કાઢીને તેની મધ્યમાં ખાડું પાડી ઠંડું થવા દો.એક નાના નૉન-સ્ટીક પૅનને ગરમ કરી તેમાં ધીમા તાપ પર જામને ૧ થી ૨ મિનિટ સુધી ગરમ કરીને પીગળાવી લીધા પછી ઠંડું થવા દો.હવે બીજા એક માઇક્રોવેવ સેફ બાઉલમાં ચોકલેટ ઉમેરી ૧ મિનિટ સુધી માઇક્રોવેવ કરી સારી રીતે મિક્સ કરી લો.હવે આ પીગળાવેલી ચોકલેટ, જામ અને નાળિયેર ખાડા પાડેલા કુરમુરા-બિસ્કીટના મિશ્રણમાં રેડી સારી રીતે મિક્સ કરી લો.હવે આ મિશ્રણના ૧૫ સરખા ભાગ પાડી તરત જ દરેક ભાગને ગોળ લાડવાનો આકાર આપી તરત જ વર્મિસેલીમાં રગદોળીને બોલની દરેક બાજુ પર તેનું આવરણ બની જાય તેમ ફેરવી લો.આ તૈયાર થયેલા બોલને કાગળના કપમાં મૂકી એકાદેક કલાક માટે બાજુ પર રાખો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન