નાળિયેરના રોલ | Coconut Rolls

નામ સાંભળીને જ તમને બેકરીમાં મળતી નાળિયેરની સ્વાદિષ્ટ વાનગીઓની યાદ જરૂર આવશે, પણ અમે કહીશું કે તમે આગળ માણેલા સ્વાદથી આ નાળિયેરના રોલ તદ્દન અલગ જ છે. નરમ પૅનકેકમાં વીંટાળેલા મીઠા ખુશ્બુદાર નાળિયેરના પૂરણને બંધ કરી, કરકરા તળી લેવામાં આવ્યા છે. એ એક હકીકત પણ છે કે નરમ અંદરના પૂરણને બહારથી કઠણ આવરણમાં જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે બનતી વાનગી મજેદાર જ હોય છે, તેમ આ અસામાન્ય ડેર્ઝટ પણ મજેદાર જ છે.

Coconut Rolls recipe In Gujarati

This recipe has been viewed 3938 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Coconut Rolls - Read in English 


નાળિયેરના રોલ - Coconut Rolls recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૨રોલ્સ (૨૪ ટુકડા) માટે
મને બતાવો રોલ્સ (૨૪ ટુકડા)

ઘટકો

પૅનકેક માટે
૧ કપ કોર્નફ્લોર
૧ કપ મેંદો
૧ ૧/૨ કપ દૂધ
એક ચપટીભર મીઠું
પીગળાવેલું માખણ , ચોપડવા માટે અને રાંધવા માટે

મિક્સ કરીને પૂરણ બનાવવા માટે
૧ કપ તાજું ખમણેલું નાળિયેર
૧/૪ કપ પીસેલી સાકર
૧ ટેબલસ્પૂન શેકેલા તલ

અન્ય જરૂરી વસ્તુઓ
તેલ , તળવા માટે

પીરસવા માટે
વેનિલા આઇસક્રીમ
કાર્યવાહી
પૅનકેક માટે

    પૅનકેક માટે
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી ખીરૂ તેયાર કરો.
  2. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની ઉપર થોડું માખણ ચોપડીને ૧/૪ કપ ખીરૂ રેડી સરખી રીતે ગોળાકારમાં પાથરી ૧૦૦ મી. મી. (૪”)નો જાડો પૅનકેક તૈયાર કરો.
  3. તેની ઉપર થોડું માખણ પાથરી મધ્યમ તાપ પર પૅનકેક બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  4. રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બીજા વધુ ૧૧ પૅનકેક તૈયાર કરી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક પૅનકેકને સૂકી સાફ જગ્યા પર મૂકી, તેની એક બાજુ પર પર ૧ ટેબલસ્પૂન પૂરણ મૂકી તેને સજ્જડ રીતે ગોળ વાળી લો.
  2. તે પછી તેની કીનારીઓને પૅનકેકના ખીરા વડે બંધ કરી લો.
  3. રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બીજા ૧૧ રોલ તૈયાર કરો.
  4. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સાથે થોડા-થોડા રોલને ઉંચા તાપ પર બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  5. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી, સૂકા કરી, રોલને ત્રાંસા કાપીને તેના ૨ ટુકડા કરો.
  6. વેનિલા આઇસક્રીમ સાથે તરત જ પીરસો.

Reviews

નાળિયેરના રોલ
 on 12 Aug 17 04:07 PM
5

very very tasty recipes