You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી દાલ, ગુજરાતી કઢી વાનગીઓ > પૌષ્ટિક કઢી હેલ્ધી કઢી રેસીપી | પૌષ્ટિક ગુજરાતી કઢી | લૉ ફેટ કઢી | Low Fat Healthy Gujarati Kadhi તરલા દલાલ હેલ્ધી કઢી રેસીપી | પૌષ્ટિક ગુજરાતી કઢી | લૉ ફેટ કઢી | healthy kadhi recipe in Gujarati | with 10 amazing images.ભારતીય વાનગીમાં કઢી એક પ્રખ્યાત ડીશ ગણાય છે. દહીં સાથે ચણાનો લોટ અને વિવિધ મસાલા વડે તૈયાર કરેલી આ હેલ્ધી કઢી સ્વાદના રસિયાઓ માટે બીજા કોઇ પણ ખોરાક સાથે તેની મજા માણશે. કઢી બનાવવાની દરેક પ્રાંતની પોતાની અલગ અલગ રીત હોય છે જેમ કે રાજસ્થાનની પકોડા કઢી, પંજાબની પકોડા કઢી, ગુજરાતની કઢી, મહારાષ્ટ્રની કોકમ કઢી વગેરે. આમ પણ કઢીને એક પૌષ્ટિક વાનગીની ગણતરીમાં મૂકી શકાય, કારણ કે તેમાં વિટામીન એ, વિટામીન-ડી, વિટામીન-ઇ અને વિટામીન-કે રહેલા છે. અહીં અમે તેમાં થોડો વધારો કરી ગુજરાતી કઢીની રીત રજૂ કરી છે જે ઓછા કોલેસ્ટ્રોલવાળા અને ડાયાબિટીસવાળાને પણ માફક આવે એવી છે. અમે આ હેલ્ધી કઢી રેસીપીમાં લૉ-ફેટ દહીં મેળવી તેમાં ઘી ફક્ત ૧ ટીસ્પૂન જેટલું જ નાંખી લૉ-ફેટ કઢી રજૂ કરી છે જે ઉંમરલાયક લોકો કે જેમને હ્રદયની તકલીફ કે પછી જેમને વજન વધવાની ફીકર રહે છે, તેમના માટે લૉ-ફેટ કે લૉ-કેલરીવાળી બનાવી છે અને આ કઢીમાં સાકર કે ગોળનો ઉપયોગ પણ નથી કરવામાં આવ્યો.અહીં રજૂ કરેલી રીતે લૉ ફેટ કઢી બનાવી ડાયાબિટીસવાળાને માફક આવે એવી ખીચડી જેવી કે જુવાર અને વિવિધ શાકની ખીચડી, આરોગ્યદાયક ખીચડી કે પછી ઓટસ્ ની ખીચડી સાથે તેને પીરસીને મજા માણો. Post A comment 15 Mar 2023 This recipe has been viewed 6929 times हेल्दी कढ़ी की रेसिपी | लो फैट कढ़ी रेसिपी | हेल्दी गुजराती कढ़ी - हिन्दी में पढ़ें - Low Fat Healthy Gujarati Kadhi In Hindi healthy kadhi recipe | low fat Gujarati kadhi | diabetic friendly kadhi | - Read in English પૌષ્ટિક કઢી - Low Fat Healthy Gujarati Kadhi recipe in Gujarati Tags ગુજરાતી દાલ, ગુજરાતી કઢી વાનગીઓડિનર રેસીપીલોકપ્રિય કઢી વાનગીઓ, સમગ્ર ભારતમાંથી કઢી ની રેસીપીલૉ કૅલરી દાળ રેસિપિસ ,લૉ કૅલરી કઢી રેસિપિસશાકાહારી કડાઈની રેસિપી | કડાઈ ભારતીય વાનગીઓ |વિટામિન બી1 થાઇમીન માટે ની રેસીપીફોસ્ફરસથી ભરપૂર ભારતીય વાનગીઓ | ફોસ્ફરસથી ભરપૂર શાકાહારી ખોરાકની યાદી | તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૩ મિનિટ   કુલ સમય : ૧૮ મિનિટ    ૬ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો પૌષ્ટિક કઢી માટે૨ કપ લૉ-ફેટ દહીં૫ ટેબલસ્પૂન ચણાનો લોટ૧ ટીસ્પૂન ઘી૧/૨ ટીસ્પૂન જીરૂ૧/૨ ટીસ્પૂન રાઇ૨ ચપટીભર હીંગ૫ કડી પત્તા મીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટસજાવવા માટે૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીરકઢી સાથે પીરસવા માટે બ્રાઉન ચોખાની ખીચડી કાર્યવાહી Methodપૌષ્ટિક કઢી બનાવવા માટે પ્રથમ એક ઊંડા બાઉલમાં ચણાના લોટ સાથે દહીં મેળવી સારી રીતે જેરી લો જેથી ગઠોડા ન રહે.તે પછી તેમાં ૩ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.હવે એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ તથા રાઇ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને કડી પત્તા મેળવી થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં તૈયાર કરેલું દહીં-ચણાના લોટનું મિશ્રણ, મીઠું, આદૂ-મરચાંની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.તાપને થોડું ધીમું પાડી ધીમા તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.આ પૌષ્ટિક કઢીને કોથમીર વડે સજાવીને બ્રાઉન ચોખાની ખીચડી સાથે ગરમ-ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન