પનીર ઇન કોકોનટ ગ્રેવીમાં કાંદા, લીલા મરચાં-લસણની પેસ્ટ સાથે નાળિયેરના દૂધનો ઉપયોગ કરવાથી આ વાનગીનો સ્વાદ દક્ષિણ ભારતના કેરળના સ્ટયુ જેવી બને છે. તેને કોથમીર વડે સજાવીને ઠંડીના દીવસોમાં જો ગરમ ગરમ રોટી સાથે પીરસવામાં આવે તો તેની મજા માણવા જેવી છે.
પનીર ઇન કોકોનટ ગ્રેવી - Paneer in Coconut Gravy recipe in Gujarati
Method- એક કઢાઇમાં ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરી, તેમાં પનીરના ટુકડા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ અથવા તે હલકા બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળીને બાજુ પર રાખો.
- એ જ કઢાઇમાં બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ નાંખી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં નાળિયેરનું દૂધ અને કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં પનીર, કોથમીર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.