બજારમાં મળતા તૈયાર પીઝાની સરખામણીમાં આ ઘરે બનાવેલા ચીઝ બર્સ્ટ પીઝાની બનાવટ જ અલગ છે, કારણકે તે આપણા પોતાના રસોડામાં તૈયાર થયેલા છે અને તેમાં ઉમેરવામાં આવેલી વસ્તુઓ સારામાં સારી છે અને તેનું ટોપીંગ તમારી મનપસંદનું છે. વિવિધ ઇટાલીની પ્રખ્યાત વાનગીઓમાંથી પસંદ કરેલા ચીઝ બર્સ્ટ પીઝાની વાનગી નાના બાળકો અને મોટા લોકોને પણ પસંદ પડશે કારણકે તેના દરેક ટુકડામાં ઉત્તેજના પેદા કરે એવી વસ્તુઓ મેળવવામાં આવી છે. આ પીઝાના કરકરા રોટલાથી માંડીને તેમા મેળવેલા ટોપીંગ વગેરે દરેક વસ્તુ તેને આકર્ષક બનાવે છે. આ પીઝા તૈયાર થઇ જાય કે તરત જ પીરસવા જ્યા સુધી ચીઝ પીગળેલી અને મુલાયમ હોય, નહીં તો તમને તેમાં મેળવેલી વસ્તુઓનો સ્વાદ માણવા નહીં મળે.
20 Sep 2021
This recipe has been viewed 11323 times