રસમ ઈડલી રેસીપી | દક્ષિણ ભારતીય રસમ ઇડલી | રેસ્ટોરન્ટ સ્ટાઈલ રસમ ઈડલી | રસમ રેસીપી | Rasam Idli with Rasam, South Indian Rasam Idly

રસમ ઈડલી રેસીપી | દક્ષિણ ભારતીય રસમ ઇડલી | રેસ્ટોરન્ટ સ્ટાઈલ રસમ ઈડલી | રસમ રેસીપી | rasam idli recipe in Gujarati | with 51 amazing images.

ઘણા લોકોને એવી સમજ છે કે ઇડલી સાથે ચટણી અને સાંભર જ પીરસી શકાય, પણ તે સિવાય બીજી ઘણી રીતે દક્ષિણની આ વાનગી સાથે પીરસી શકાય એવા વિવિધ વિકલ્પ છે. તેમાં એક પ્રકાર છે ઇડલી સાથે ઘરે તૈયાર કરેલા દક્ષિણ ભારતના રસમ સાથેનો.

જો કે સાંભર અતિ પ્રખ્યાત થઇ ગયું છે, છતાં તેને રસમ સાથે પીરસવાની રીતને ઘરનું આતિથ્ય માણવાની મજા અલગ જ છે. જો કોઇ દક્ષિણ ભારતીયને ઉતાવળે કોઇ વાનગી બનાવવાનો થોડો સમય પણ હોય તો તે તરત જ રસમ બનાવશે, કારણકે રસમ સૂપ જેવું, મરીની સુગંધભર્યું અને ભાત કે, અથવા આ રેસ્ટોરન્ટ સ્ટાઈલ રસમ ઈડલીની રેસીપી જેમ પીરસી શકાય છે.

તો, આ રસમ ઈડલી રેસીપીનો સ્વાદ માણવા ગરમા ગરમ રસમની સુગંધ સાથે તમને ઇડલીનો અલગ જ સ્વાદ માણવા મળશે. યાદ રાખજો કે ઇડલી સાથે વધુ પ્રમાણમાં રસમ લેવાનું છે કારણકે ઇડલી તરત જ રસમને શોષી લેશે.

Rasam Idli with Rasam, South Indian Rasam Idly recipe In Gujarati

This recipe has been viewed 7245 times



રસમ ઈડલી રેસીપી - Rasam Idli with Rasam, South Indian Rasam Idly recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨૪ ઇડલી

રસમ માટે
૧ ટીસ્પૂન આખા ધાણા
સૂકા આખા કાશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા
૫ to ૬ કાળા મરી
૧ ટીસ્પૂન તુવરની દાળ
૧/૨ ટીસ્પૂન ચણાની દાળ
એક ચપટીભર જીરૂ
૨ ટેબલસ્પૂન તુવરની દાળ
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ કપ આમલીનો પલ્પ
એક ચપટીભર હળદર
એક ચપટીભર હીંગ
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન ઘી
૧/૪ ટીસ્પૂન રાઇ
૬ to ૭ કડી પત્તા
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

પીરસવા માટે
નાળિયેરની ચટણી
કાર્યવાહી
રસમ માટે

    રસમ માટે
  1. રસમ પાવડર બનાવવા માટે, એક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ધાણા, સૂકા લાલ મરચાં, કાળા મરી, ૧ ટીસ્પૂન તુવરની દાળ, ચણાની દાળ અને જીરૂ મેળવી તેને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી શેકી લીધા પછી ઠંડા થવા બાજુ પર રાખો.
  2. જ્યારે તે ઠંડા પડે, ત્યારે તેને મિક્સરમાં ફેરવી સુંવાળું રસમ પાવડર તૈયાર કરી બાજુ પર રાખો.
  3. એક પ્રેશર કુકરમાં ૧ ૧/૨ ટેબલસ્પૂન તુવરની દાળ અને ૧ કપ પાણી મેળવી પ્રેશર કુકરની ૩ સીટી સુધી બાફી લો.
  4. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  5. આ દાળના મિશ્રણને હેન્ડ બ્લેન્ડર (hand blender) વડે ફેરવીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  6. પછી તેમાં તૈયાર કરેલો રસમ પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  7. એક નૉન-સ્ટીક પૅનમાં ટમેટા, આમલીનો પલ્પ, હળદર, હીંગ, મીઠું અને ૩ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. તે પછી તેમાં તૈયાર કરેલો દાળ-રસમ પાવડરનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.
  9. વઘાર માટે, એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં રાઇ અને કડી પત્તા નાંખો.
  10. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે આ વઘારને તૈયાર કરેલા રસમમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  11. તે પછી તેમાં કોથમીર ઉમેરો.
  12. આમ તૈયાર થયેલા રસમના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. પીરસતા પહેલા, પીરસવાની ડીશમાં ૪ ઇડલી મૂકી અને તેની પર ગરમ ગરમ રસમ રેડો.
  2. રીત ક્રમાંક ૧ મુજબ બીજી ૫ ડીશ તૈયાર કરો.
  3. નાળિયેરની ચટણી સાથે તરત જ પીરસો.

Reviews