પોષક તત્વોથી ભરપૂર – તેનાથી વધુ સારી રીતે આ હરી ભાજીનો કોઈ વર્ણન જ નથી. આ વાનગીમાં ભરપૂર માત્રામાં મિક્સ શાકભાજી તો છે જ પણ સાથે-સાથે તેમાં પાલક, સુવા ભાજી અને ફૂદીનાના પાન જેવી લીલી ભાજીનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે તેને ખૂબ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક બનાવે છે. બસ તો પછી આનાથી વધુ સારી ભાજી માટે તમે શું ઇચ્છો?
આ વાનગી કોઇ પણ રોટી અથવા પૂરી સાથે પીરસી શકો.
હરી ભાજી - Hari Bhaji recipe in Gujarati
Method- એક ઊંડી કઢાઇમાં પાલક, સૂવાની ભાજી, ફૂદીનાના પાન, લીંબુનો રસ અને બેકીંગ સોડા સાથે ૧/૪ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- આ મિશ્રણ થોડું ઠંડું થાય ત્યારે તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી તૈયાર કરી બાજુ પર રાખો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- પછી તેમાં આદૂ-લસણ-લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કસૂરી મેથી, ધાણા-જીરા પાવડર અને ગરમ મસાલો મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મિક્સ શાક, ટમેટા, દૂધ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં પાલકની પ્યુરી, કાજૂ-ખસખસની પેસ્ટ અને તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.