હૈદરાબાદી પનીર બટાકા કુલચા રેસીપી | હૈદરાબાદી કુલચા | પનીર બટાકા કુલચા | Hyderabadi Paneer Potato Kulcha તરલા દલાલ હૈદરાબાદી પનીર બટાકા કુલચા રેસીપી | હૈદરાબાદી કુલચા | પનીર બટાકા કુલચા | hyderabadi paneer potato kulcha in gujarati |મસાલેદાર અને સંતોષકારક સ્વાદ ધરાવતો અસાધારણ કુલચા, જે તેને કોઈપણ વિસ્તૃત સાઈડ-ડીશ વગર જ પીરસવા માટે યોગ્ય બનાવે છે. પનીર અને બટાકાના ભરપૂર પૂરણ સાથે, લીલા મરચાં, આદુ, કાંદા અને કોથમીર અને ફુદીના જેવા હર્બ સાથે સ્વાદ ધરાવતા આ હૈદરાબાદી પનીર બટાકા કુલચા એક સર્વગ્રાહી સ્વાદ અને પોત ધરાવે છે. Post A comment 05 Aug 2021 This recipe has been viewed 2247 times हैदराबादी पनीर-आलू कुल्छा - हिन्दी में पढ़ें - Hyderabadi Paneer Potato Kulcha In Hindi Hyderabadi Paneer Potato Kulcha - Read in English Hyderabadi Paneer Potato Kulcha Video હૈદરાબાદી પનીર બટાકા કુલચા રેસીપી - Hyderabadi Paneer Potato Kulcha recipe in Gujarati Tags મિશ્રિત પરોઠાનાન / કુલ્છાદિવાળીની રેસિપિમધર્સ્ ડેતવો વેજહૈદરાબાદી પરોઠા તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૬ કુલચા માટે મને બતાવો કુલચા ઘટકો કણિક માટે૧ કપ મેંદો એક ચપટી સાકર૫ ટેબલસ્પૂન દૂધ૧ ટીસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસારમીક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે૧/૪ કપ ખમણેલું પનીર૧/૨ કપ બાફીને મસળી લીધેલા બટેટા૧/૪ કપ બારીક સમારેલા કાંદા૧/૪ કપ બારીક સમારેલી કોથમીર૨ ટેબલસ્પૂન બારીક સમારેલા ફૂદીનાના પાન૨ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં૧/૨ ટીસ્પૂન આદુની પેસ્ટ૧/૨ ટીસ્પૂન જીરું પાવડર૧ ટીસ્પૂન લીંબુનો રસ મીઠું , સ્વાદાનુસારઅન્ય સામગ્રી મેંદો , વણવા માટે ઘી , રાંધવા માટે કાર્યવાહી કણિક બનાવવા માટેકણિક બનાવવા માટેએક ઊંડા બાઉલમાં તમામ સામગ્રીને ભેગી કરો અને પાણીનો ઉપયોગ કર્યા વગર નરમ કણિક તૈયાર કરો.ઢાંકણથી ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતપૂરણના ૫ સરખા ભાગ પાડો. બાજુ પર રાખો.કણિકના ૫ સરખા ભાગ પાડો.કણિકના એક ભાગને મેંદાની મદદ થી ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના ગોળાકારમાં વણી લો.પૂરણના એક ભાગ વર્તુળની મધ્યમાં મૂકો, તેની બાજુઓને વાળીને મધ્યમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો અને ફરીથી ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના ગોળાકારમાં મેંદાની મદદ થી વણી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરો અને ઘીનો ઉપયોગ કરીને કુલચાને રાંધો, જ્યાં સુધી બંને બાજુઓ પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.રીત ક્રમાંક ૩ થી ૫ પ્રમાણે બાકીના ૪ કુલચા તૈયાર કરી લો.હૈદરાબાદી પનીર બટાકા કુલચાને ગરમાગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન