ઇડલી ઉપમા રેસીપી | વધેલી ઇડલી થી ઇડલી ઉપમા | હેલ્ધી ઈડલી ઉપમા | Idli Upma, Upma with Left Over Idlis Recipe

ઇડલી ઉપમા રેસીપી | વધેલી ઇડલી થી ઇડલી ઉપમા | હેલ્ધી ઈડલી ઉપમા | idli upma recipe in gujarati | with 13 amazing images.

ઇડલી ઉપમા વધેલી ઇડલી થી બનાવવામાં આવે છે. વધેલી ઇડલી સાથે ઇડલી ઉપમા બનાવી ને જણાવે છે કે, કેવી રીતે દક્ષિણ ભારતીય લોકો બાકી રહેલી ઇડલીનો વપરાસ કરે છે. આ ઉપમા ખૂબ જ સ્વાદિષ્ટ છે, તમે મહેમાનોને ઇડલી ઉપમા બનાવીને આપી શકો.

ઇડલી ઉપમા બનાવવા માટેની સામગ્રીમાં વધેલી ઇડલી, ટામેટાં, કાંદા, લીલા વટાણા, ગાજર, રાંધવા માટે મગફળીનું તેલ અને કેટલાક ભારતીય મસાલા છે. મને આ ઇડલી ઉપમા સાદા ઇડલી કરતાં ઘણા વધુ હેલ્ધી લાગે છે.

Idli Upma, Upma with Left Over Idlis Recipe In Gujarati

ઇડલી ઉપમા રેસીપી | વધેલી ઇડલી થી ઇડલી ઉપમા | હેલ્ધી ઈડલી ઉપમા - Idli Upma, Upma with Left Over Idlis Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ઇડલી ઉપમા માટે
૬ to ૮ વધેલી ઇડલી
૨ ટેબલસ્પૂન મગફળીનું તેલ અથવા તેલ
૧ ટીસ્પૂન રાઇ
આખા સૂકા લાલ મરચાં (પાંડી) , ટુકડા કરેલા
૧/૨ કપ સમારેલા અને બાફેલા ગાજર
૧/૪ કપ બાફેલા લીલા વટાણા
૧/૪ કપ સમારેલા ટમેટા
મીઠું , સ્વાદાનુસાર

ઇડલી ઉપમા સાથે પીરસવા માટે
નાળિયેરની ચટણી
કાર્યવાહી
ઇડલી ઉપમા બનાવવા માટે

    ઇડલી ઉપમા બનાવવા માટે
  1. ઇડલી ઉપમા બનાવવા માટે, બધી ઇડલીઓને ભૂક્કો કરી એક ઊંડા બાઉલમાં નાખો અને એક બાજુ મૂકો.
  2. એક પહોળા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં રાઇ અને લાલ મરચા નાખો અને મધ્યમ આંચ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
  3. જ્યારે રાઇના દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ગાજર, લીલા વટાણા, ટામેટાં, મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી નાખો, બરાબર મિક્ષ કરી મધ્યમ આંચ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  4. છેલ્લે, ભૂક્કો કરેલી ઇડલી ઉમેરો, ધીમેધીમે મિક્સ કરો અને મધ્યમ આંચ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. નાળિયેરની ચટણી સાથે ઇડલી ઉપમાને તરત પીરસો.

Reviews