You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી શાક > ફણસની સબ્જી ની રેસીપી ફણસની સબ્જી ની રેસીપી | Kathal ki Subzi, Jack Fruit Curry તરલા દલાલ જ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે. ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે. આ કાચા ફણસની સબ્જી જલ્દી અને સરળ રીતે પ્રેશર કુકરમાં બને છે અને તેમાં સામાન્ય રીતે મળતા મસાલા, મસાલા પાવડર અને બીજી વસ્તુઓ જેવી કે કાંદા, ટમેટા, આદૂ વગેરે મેળવવામાં આવે છે. પ્રેશર કુકરમાં રાંધી લીધા પછી પણ આ ફણસની સબ્જીને વધુ વખત રાંધવી જરૂરી છે જેથી કાચા ફણસની સુવાસ જતી રહે.ફણસનું બંધારણ જ અલગ જ છે જે તમને જરૂરથી મંત્રમુગ્ધ કરશે. આ સબ્જીની મજા દાળ અને રોટી સાથે કે પછી ઘઉંના લોટના કોથમીર-તલવાળા નાન સાથે અને મોગલાઇ દાળ સાથે માણવા જેવી છે. Post A comment 15 May 2023 This recipe has been viewed 8410 times कटहल की सब्ज़ी रेसिपी | जैकफ्रूट करी | कटहल मसाला - हिन्दी में पढ़ें - Kathal ki Subzi, Jack Fruit Curry In Hindi Kathal ki sabzi recipe | jack fruit curry | kathal masala | - Read in English ફણસની સબ્જી ની રેસીપી - Kathal ki Subzi, Jack Fruit Curry recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી સબ્જી રેસીપીઅર્ધ સૂકા શાકપારંપારીક ભારતીય શાકપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિબપોરના અલ્પાહાર સબ્જી રેસીપીડિનરમાં ખવાતા સબ્જી તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૭ મિનિટ   કુલ સમય : ૪૭ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ફણસની સબ્જી ની રેસીપી બનાવવા માટે૨ કપ કાચા ફણસના ટુકડા૧/૪ ટીસ્પૂન હળદર૩ ટેબલસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસાર૧ તજનો નાનો ટુકડો૪ લવિંગ૩ તમાલપત્ર૧ કપ સ્લાઇસ કરેલા કાંદા૧ ટેબલસ્પૂન સમારેલું આદૂ૧ ટેબલસ્પૂન સમારેલું લસણ૧ કપ સમારેલા ટમેટા૨ ટીસ્પૂન ધાણા પાવડર૧ ટીસ્પૂન જીરા પાવડર૧ ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડરસજાવવા માટે૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર કાર્યવાહી ફણસની સબ્જી ની રેસીપી બનાવવા માટેફણસની સબ્જી ની રેસીપી બનાવવા માટેફણસની સબ્જી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ફણસ, હળદર, ૧ ટેબલસ્પૂન તેલ અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.હવે એક પ્રેશર કુકરના વાસણમાં બાકી રહેલું ૨ ટેબલસ્પૂન તેલ, તજ, લવિંગ અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં કાંદા, આદૂ અને લસણ મેળવી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં ટમેટા, ધાણા પાવડર, જીરા પાવડર અને મરચાં પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં મેરિનેટ કરેલું ફણસ અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.તે પછી તેમાં ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી લીધા પછી તેને મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન