You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન વ્યંજન > મહારાષ્ટ્રીયન ભાજી રેસિપિ > માલવણી ચણા મસાલા માલવણી ચણા મસાલા | Malvani Chana Masala, Maharashtrian Chana Gravy તરલા દલાલ આ ભાજીમાં ઘણી બધી રસપ્રદ વસ્તુઓ મેળવવામાં આવી છે. સૌ પ્રથમ તેમાં માલવણી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખૂબ સુગંધી અને સ્વાદિષ્ટ છે કારણકે તેમાં ઉમેરવામાં આવેલી સામગ્રીને પીસતા પહેલા તવા પર શેકવામાં આવી છે. બીજું તેમાં ઉમેરવામાં આવેલા લીલા ચણા, જેને રાંધી અને છૂંદીને ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યાં છે. તે પછી અહીં ટમેટાને બદલે આમલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેમાં ઉમેરવામાં આવેલા મસાલાના સ્વાદમાં ઘટાડો કર્યા વગર તેને જોઇતું ખટ્ટાશપણું આપે છે. આમ સરવાળે કહીએ કે આ માલવણી ચણા મસાલા એવી વાનગી છે જે બધાને એક વાર જરૂર અજમાવવા જેવી તો છે. માલવણી ચણા મસાલા નાન અથવા પરોઠા સાથે પિરસવુ. Post A comment 04 Dec 2020 This recipe has been viewed 8080 times मालवणी चना मसाला रेसिपी | महाराष्ट्रियन चना ग्रेवी | मालवानी हरा चना मसाला | मालवानी चना उसल - हिन्दी में पढ़ें - Malvani Chana Masala, Maharashtrian Chana Gravy In Hindi Malvani chana masala recipe | Maharashtrian chana gravy | Malvani hara chana masala | Malvani style green chana masala | - Read in English Malvani Chana Masala Video માલવણી ચણા મસાલા - Malvani Chana Masala, Maharashtrian Chana Gravy recipe in Gujarati Tags મહારાષ્ટ્રીયન ભાજી રેસિપિડિનરમાં બનતી રેસિપિ મેન્યૂપારંપારીક ભારતીય શાકકરી રેસીપીમધર્સ્ ડેફાધર્સ્ ડેભારતીય પાર્ટીના વ્યંજન તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ કપ પલાળીને ઉકોળેલા લીલાચણા૧ ટેબલસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ૩ ટેબલસ્પૂન આમલીનો પલ્પ૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર મીઠું , સ્વાદાનુસાર એક ચપટીભર સાકરમાલવણી મસાલાની પેસ્ટ માટે (લગભગ ૧/૪ કપ બને છે)૪ આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા૨ ટીસ્પૂન આખા ધાણા૪ લવિંગ૧/૨ ટીસ્પૂન જીરૂ૧/૨ ટીસ્પૂન વિલાયતી જીરૂ૧ લીલી એલચી૧ મોટી કાળી એલચી૧ ટીસ્પૂન ખસખસ૧ ચક્રીફૂલ૨૫ મિલીમીટર (૧”) નો તજનો ટુકડો૧ ટેબલસ્પૂન ખમણેલું સૂકુ નાળિયેર કાર્યવાહી માલવણી મસાલાની પેસ્ટ માટેમાલવણી મસાલાની પેસ્ટ માટેએક પહોળા નોન-સ્ટીક પેન માં બધી વસ્તુઓ ભેગી કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ અથવા મસાલાની સુગંધ બરાબર પ્રસરવા માંડે ત્યાં સુધી શેકી લો. તેને થોડું ઠંડું થવા બાજુ પર રાખો.તે પછી તેને મિક્સરમાં ૧/૨ કપ પાણી સાથે મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીત એક કપ લીલા ચણાને મિક્સરમાં ફેરવી અર્ધકચરું મિશ્રણ તૈયાર કરી બાજુ પર રાખો. એક ઊંડી નોન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લોતે પછી તેમાં માલવણી મસાલાની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં અર્ધકચરા કરેલા લીલા ચણા અને આખા લીલા ચણા, મીઠું અને ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં આમલીનો પલ્પ, તાજું ક્રીમ, કોથમીર અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન