રોટલા રેસીપી | બાજરીના રોટલા | ગુજરાતી શૈલીના બાજરીના રોટલા | બાજરીના રોટલા બનાવવાની રીત | Rotla ( Gujarati Recipe), Bajra Na Rotla Recipe

રોટલા રેસીપી | બાજરીના રોટલા | ગુજરાતી શૈલીના બાજરીના રોટલા | બાજરીના રોટલા બનાવવાની રીત | rotla recipe in gujarati | with amazing 17 images. રોટલા જેને બાજરીના રોટલા પણ કહેવામાં આવે છે તે એક ગુજરાતી શૈલીના બાજરીના રોટલા છે. જોકે બાજરાને ફક્ત રાજસ્થાનના અમુક ભાગોમાં જ ઉગાડવામાં આવે છે, પરંતુ દેશભરમાં બાજરીના રોટલાનો આનંદ લેવાતો હોય છે. જાડા વણેલા બાજરીના રોટલાને ગામડાઓમાં "કાંડા" (ગોબરના કેક) ઉપર રાંધવામાં આવે છે. તે જ તેમને તૈયાર કરવાની અધિકૃત રીત છે કારણ કે તે બાજરાના રોટલાને સ્મોકી સ્વાદ આપે છે. આ બાજરીના રોટલા ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત રેસીપી છે.

Rotla ( Gujarati Recipe), Bajra Na Rotla Recipe In Gujarati

રોટલા રેસીપી | બાજરીના રોટલા | ગુજરાતી શૈલીના બાજરીના રોટલા | બાજરીના રોટલા બનાવવાની રીત - Rotla ( Gujarati Recipe), Bajra Na Rotla Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬રોટલા માટે

ઘટકો

રોટલા માટે
૨ કપ બાજરા નો લોટ
મીઠું , સ્વાદાનુસાર
બાજરા નો લોટ , વણવા માટે
પીગળાવેલું ઘી , બ્રશ કરવા માટે

રોટલા સાથે પીરસવા માટે
લસણની ચટણી
કાર્યવાહી
રોટલા બનાવવા માટે

    રોટલા બનાવવા માટે
  1. રોટલા બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં લોટ અને મીઠુંને કાઢી લો.
  2. પૂરતું નવશેકું પાણી ઉમેરો અને અર્ધ નરમ કણક તૈયાર કરો. ૩ થી ૪ મિનિટ સુધી અથવા કણક ખૂબ જ મુલાયમ ન થાય ત્યાં સુધી તૈયાર કરો.
  3. કણકને ૬ સમાન ભાગોમાં વહેંચો.
  4. કણકના એક ભાગ ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં સૂકા બાજરાના લોટની મદદથી વણી લો.
  5. એક એક નૉન-સ્ટીક તવાને વધારે તાપ પર ગરમ કરો અને ગરમ થાય એટલે તેના ઉપર ધીમે થી રોટલાને મૂકો.
  6. તેની સપાટી પર નાના ફોલ્લા દેખાય ત્યાં સુધી શેકી લો. રોટલાને બીજી બાજુ ફેરવો અને થોડી વધુ સેકંડ માટે શેકી લો.
  7. રોટલાને ખુલ્લા જ્યોત પર શેકી લો, જ્યાં સુધી તે ફુલી ન જાય અને બંને બાજુ બ્રાઉન ફોલ્લીઓ ન દેખાય.
  8. આ જ પ્રમાણે રીત ક્રમાંક ૪ થી ૭ મુજબ બીજા ૫ રોટલા તૈયાર કરો.
  9. રોટલાને તરત જ લસણની ચટણી, ગોળ અને ઘી સાથે પીરસો.

Reviews