You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટ > સેવિયા ઉપમા ની રેસીપી સેવિયા ઉપમા ની રેસીપી | Semiya Upma તરલા દલાલ રવા વડે બનતા ઉપમા ખાઇને કંટાળી ગયા છો? તો અહીં તમારા માટે હાજર છે વર્મિસેલી સેવ વડે બનતો ઉપમા જેનો બંધારણ રેશમ જેવો અને દેખાવ સેવના લીધે નુડલ્સ જેવો છે. જે બાળકોને તથા મોટાઓને પણ ગમી જશે. તો, આ સેવિયા ઉપમા તમારા કુટુંબમાં દરેકને ગમી જશે અને વધુમાં તે બનાવવામાં પણ સરળ હોવાથી જ્યારે તમે આખા દીવસના થાકેલા ઘેર આવો ત્યારે સાંજના જમણ માટે આ વાનગી તમારા માટે જરૂર સારી જ પૂરવાર થશે. Post A comment 26 Nov 2024 This recipe has been viewed 7087 times सेमिया उपमा रेसिपी | सेंवई उपमा | दक्षिण भारतीय स्टाइल सेमिया उपमा | शाविगे उप्पिटु - हिन्दी में पढ़ें - Semiya Upma In Hindi semiya upma recipe | vermicelli upma | South Indian style semiya upma | shavige uppittu - Read in English Semiya Upma Video સેવિયા ઉપમા ની રેસીપી - Semiya Upma recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટસવારના નાસ્તા માટે ઉપમા અને પોહામનોરંજન માટેના નાસ્તાશાળા સમયના નાસ્તાની રેસિપીસાંજની ચહા સાથેના નાસ્તાભારતીય પાર્ટીના વ્યંજનહાઇ ટી પાર્ટી તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   કુલ સમય : ૧૦ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો સેવિયા ઉપમા ની રેસીપી બનાવવા માટે૨ કપ ચોખાની વર્મિસેલી સેવ૨ ૧/૨ ટીસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન રાઇ૨ ટીસ્પૂન અડદની દાળ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસપીરસવા માટે નાળિયેરની ચટણી કાર્યવાહી સેવિયા ઉપમા ની રેસીપી બનાવવા માટેસેવિયા ઉપમા ની રેસીપી બનાવવા માટેએક બાઉલમાં વર્મિસેલી સેવ, ૧/૨ ટીસ્પૂન તેલ, મીઠું અને ૨ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને ૮ થી ૧૦ મિનિટ માટે અથવા સેવ નરમ થાય ત્યાં સુધી બાજુ પર રાખો. તે પછી તેને નિતારીને બાજુ પર રાખો.હવે બાકી રહેલું ૨ ટીસ્પૂન તેલ એક નૉન-સ્ટીક પૅનમાં રેડી તેમાં રાઇ અને અડદ દાળ મેળવી ગરમ કરો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા અને લીલા મરચાં મેળવી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં વર્મિસેલી સેવ, કોથમીર, લીંબુનો રસ અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.નાળિયેરની ચટણી સાથે ગરમ-ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન